Gir Somnath News : ગુજરાતમાં આજે સરપંચની ચૂંટણી બાદ પરિણામો જાહેર થયા છે. ત્યારે કેટલાક ગામના પરિણામ ચર્ચામાં આવ્યા છે. તેમાં ગીર ગઢડાના એક ગામમાં એક વેવાણે બીજી વેવાણને હરાવ્યાનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે.
હાલ ગુજરાતમાં સરપંચની ચૂંટણીના પરિણામ વચ્ચે બે વેવાણના હારજીતનો કિસ્સો સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે. ગીર ગઢડાના જૂના ઉગલા ગામની બે વેવાણ એકબીજાની પ્રતિસ્પર્ધી હતી, ત્યારે બંનેની હારજીતનો કિસ્સો હાલ ટોકિંગ પોઈન્ટ બન્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં વેવાણે 10 વર્ષથી રાજ કરતી વેવાણને આખી પેનલ સાથે હરાવી હોવાનું સામે આવ્યું છે.
વાત એમ હતું કે, જુના ઉગલા ગામે સરપંચની ચૂંટણીમાં જયાબેન ડાંગોદરા અને ભાવનાબેન નંદવાણા નામની બે વેવાણ સામસામે પ્રતિસ્પર્ધી બની હતી. બંને વચ્ચે સરપંચની ચૂંટણીનો જંગ જામ્યો હતો. બંનેએ એકબીજા સામે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાવનાબેન નંદવાણા છેલ્લાં 10 વર્ષથી ઉગલા ગામના સરપંચ હતા. જેમને તેમના વેવાણ જયાબેન ડાંગોદરાએ કારમી હાર આપી છે. જયાબેન નરશીભાઈ ડાંગોદરા પોતાની યુવા પેનલના તમામ 7 સભ્યો સાથે જીતી ગયા છે.
જીત બાદ જયાબેને કહ્યુ કે, આગામી સમયમાં રોડ રસ્તા અને પાણી સહિતના પડતર કામો પર ફોકસ કરશે. બંને વેવાણ વિકાસકામોની વાતને લઈ ચૂંટણી લડ્યા હતા. વેવાણના સરપંચ તરીકેના કામથી વેવાણ જયાબેન નાખુશ હતા. જ્યારે હવે ચૂંટાયેલા સરપંચ જયાબેન પડતર પ્રશ્નોનો હલ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે