Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ શહેરમાં માત્ર 1 રૂપિયામાં કરવામાં આવે છે હેર કટિંગ, જાણો કેમ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને અનોખી રીતે ઉજવણી કરવા સુરતના એક યુવાને અનોખી પહેલ શરૂ કરી છે. આ યુવાન દ્વારા ગરીબ અને મધ્યમવર્ગની 6.80 લાખ જેટલી મહિલાઓના હેર કટિંગ ફકત એક રૂપિયામાં જ કરવાનું નક્કી કર્યુ છે.

ગુજરાતના આ શહેરમાં માત્ર 1 રૂપિયામાં કરવામાં આવે છે હેર કટિંગ, જાણો કેમ...

ચેતન પટેલ/ સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને અનોખી રીતે ઉજવણી કરવા સુરતના એક યુવાને અનોખી પહેલ શરૂ કરી છે. આ યુવાન દ્વારા ગરીબ અને મધ્યમવર્ગની 6.80 લાખ જેટલી મહિલાઓના હેર કટિંગ ફકત એક રૂપિયામાં જ કરવાનું નક્કી કર્યુ છે. રોજેરોજ અહીં 200થી વધુ મહિલાઓના હેર કટિંગ માત્ર રૂા. 1 માં કરવામા આવે છે. તથા આ હેર કટિંગનો એક રૂપિયો પણ ડિજિટલ પેમેન્ટથી લેવામાં આવે છે.

fallbacks

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની દેશભરમાં ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. જુદા જુદા રાજ્યોમા કેક કટિંગ કે પછી ગરીબોને મદદ કરી જન્મદિનની ઉજવણી કરાઇ હતી. જો કે આ જન્મદિનને યાદગાર બનાવવા તથા અનોખી રીતે ઉજવણી કરવા માટે સુરતીલાલાએ હટકે વિચાર અપનાવ્યો છે. જેની સૌથી વધુ ખુશી મહિલાઓમા જોવા મળી રહી છે.

fallbacks

તો ચાલો અમે તમને જણાવી દઇએ કે કઇ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિનની ઉજવણી કરવામા આવી તથા એવી તો શું ભેટ આપી છે કે મહિલાઓમા ખુશી જોવા મળી રહી છે. વાત છે સુરતમા રહેતા કેતન હિરપરાની... કેતન આમ તો કટલરીની દુકાન તથા પોતે હેર કટિંગ સલુન ચલાવે છે. કેતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિન અલગ પ્રકારે બનાવવાનો નિર્ણય કર્યો હતો.

કેતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 69માં જન્મદિનને લઇને 6.80 લાખ જેટલી ગરીબ અને મધ્યમવર્ગની મહિલાઓના હેર કટિંગ ફકત એક રૂપિયામાં કરવાનું નક્કી કર્યુ છે. જેને આ જાહેરાત સોશિયલ મિડિયામાં વાયરલ કરી હતી. સોશિયલ મિડિયામાં આ જાહેરાત જોતા જ મહિલાઓની લાંબી કતાર તેની દુકાનની બહાર જોવા મળી હતી. હેર કટિંગનાં રૂા. 1નો ચાર્જ પણ ડિજિટલ પેમેન્ટથી લેવામા આવે છે કે જેથી મોદી સરકારની ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર થાય.

fallbacks

વધુમાં કેતન હિરપરાએ જણાવ્યું હતું કે, સોશિયલ મિડિયામા જાહેરાત જોયા બાદ પહેલા તો મહિલાઓને વિશ્વાસ આવ્યો નહીં કારણ કે બહારના સલુનમાં આજ હેર કટિંગનો ચાર્જ 400થી 500 લેવામા આવે છે જેથી મહિલાઓ ચૌટાબજારની કેતનની દુકાન પર ખરાઇ કરવા માટે પહોંચી ગઇ હતી. જ્યાં મહિલાઓની લાંબી કતારો અને હેર કટિંગના ફકત એક જ રૂપિયાની વાત સાંભળી તેઓ પણ ચોકી ઉઠી હતી.

અહીં સામાન્ય રીતે ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ આવતી હોય છે. ફકત રૂા. 1માં 50 જેટલી જાતના હેર કટિંગની જાહેરાતથી મહિલાઓ અને યુવતીઓમા ખુશીનો માહોલ છવાય ગયો હતો. હાલ તો કેતન રોજેરોજ 200થી વધુ મહિલાઓના હેર કટિંગ ફકત રૂા. 1માં કરી રહ્યો  છે. તેનો લક્ષ્યાંક 6.80 લાખ મહિલાઓ સુધીનો છે. ત્યારે આ લક્ષ્યાંક કેટલા વર્ષોમા પુરો થશે તે તો જોવુ રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More