Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીના ગુજરાતમાં દારૂ 'મુક્તિ'! હવે પાન પાર્લરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, ચખના સાથે સ્પેશિયલ વ્યવસ્થા

જૂનાગઢ શહેરના જોશીપરા વિસ્તારમાં પાન પાર્લરની દુકાનમાં ધોળે દિવસે ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે, જેમાં દારૂ પીવા આવતા પ્યાસાઓ માટે નજીકના મકાનમાં જ બાઈટિંગ સાથે બેઠક વ્યવસ્થા પણ આપવામાં આવતી હોવાનું જોવા મળે છે.

ગાંધીના ગુજરાતમાં દારૂ 'મુક્તિ'! હવે પાન પાર્લરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, ચખના સાથે સ્પેશિયલ વ્યવસ્થા

ઝી બ્યુરો/જૂનાગઢ: ગાંધીના ગુજરાતમાં દેશી દારૂનો દબદબો જોવા મળ્યો છે. જૂનાગઢના પાન પાર્લરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં દારૂડિયાઓ માટે ચખના સાથે સ્પેશિયલ બેઠકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જી હા... જુનાગઢના જોશીપુરા વિસ્તારમાં આવેલ ઓઘળ નગરમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

fallbacks

ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે ખેતીમા કાઠું કાઢ્યું! આ રીતે વાર્ષિક 12 લાખની કરે છે કમાણી

પાનની દુકાનમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનો વિડિયો હાલ ચર્ચાનું કેન્દ્ર બનતા અનેક સવાલો પોલીસ તંત્ર અને રાજ્ય સરકારના દારૂબંધીના દાવા ઉપર ઉઠી રહ્યા છે. સ્થાનિકોએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી અહીં પાનની દુકાનમાં દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે મહત્વનો સવાલ અહીં એ પણ ઉઠી રહ્યો છે કે બી ડિવિઝન પોલીસ મથક હેઠળના આ વિસ્તારમાં જો આ રીતે પાનની દુકાનમાં દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હોય અને તેની જાણ શું પોલીસને ખરેખર ન હતી કે પછી પોલીસની મીઠી નજર હેઠળ આ પ્રકારના ગોરખ ધંધા અહીં ચાલી રહ્યા હતા. 

દમણના દરિયા કિનારે જાહેરમાં સેક્સ કરતો કપલના VIDEO વાયરલ! ચારેય તરફ થઈ રહી છે ચર્ચા

જો કે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી અને કાર્યવાહીના નામે એક ઈસમની અટકાયત પણ કરાય છે, પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવા માત્ર કાગળ અને વાતોમાં જ હોય તે ફરી એક વખત જૂનાગઢના આ કિસ્સાએ સાર્થક કરી બતાવ્યું છે.

શાંત-સલામત ગુજરાતમાં હવે આ શું થઈ રહ્યું છે? કચરો ફેંકવા જેવી બાબતમાં લોહિયાળ જંગ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More