Home> Gujarat
Advertisement
Prev
Next

‘મારા ડોક્ટર પતિએ સેક્સ માટે લગ્નનુ નાટક કર્યુ...’ એવુ પગના સાથળ પર લખીને પત્નીની આત્મહત્યા

‘મારા ડોક્ટર પતિએ સેક્સ માટે લગ્નનુ નાટક કર્યુ...’ એવુ પગના સાથળ પર લખીને પત્નીની આત્મહત્યા
  • આપઘાત પહેલાં તેણે ડાબા પગના સાથળ પર પેનથી લખ્યું હતું કે, ‘લગ્નની લાલચ આપીને ઘરમાં રાખીને શારીરિક સંબંધ બાંધી, હિતેન્દ્રએ તેની ઇચ્છા પૂરી કરવા મારી સાથે લગ્નનું નાટક કર્યું, ઈચ્છા પૂરી થતાં મને કાઢી મૂકી, મારા મરવાનું કારણ હિતેન્દ્ર.’

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદમાં એક તબીબની પત્નીએ દવા પીને આત્મહત્યા કરતા તબીબી આલમમાં ચર્ચા જાગી છે. સર્જન ડોક્ટરની પત્નીએ દવા પીને આત્મહત્યા કરી છે. તેમજ પત્નીએ પગની સાથળ પર સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, મારા ડોક્ટર પતિએ સેક્સ માટે લગ્નનુ નાટક કર્યુ હતું. મારી સાથે અવારનવાર શારીરિક સબંધ બાંધ્યા બાદ મને ઘરમાંથી કાઢી મૂકી છે. 

fallbacks

ઓર્થોપેડિક સર્જન પત્ની સાથે મારઝૂડ કરતો
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં ઘાટલોડિયા પોલીસ મથકે ઓર્થોપેડિક સર્જન ડોક્ટર હિતેન્દ્ર ઉર્ફે હિતેશ પટેલ અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ડોક્ટર હિતેન્દ્રના સસરાએ જમાઈ સામે દીકરીના આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. ઓઢવમાં રહેતા નાનજી પટેલે ફરિયાદમાં કહ્યું કે, તેમની દીકરીએ ડોક્ટર પતિ હિતેન્દ્રને કારણે આત્મહત્યા કરી છે. હિતેન્દ્ર પોતાના માતાપિતાનો પક્ષ લઈને મારી દીકરી સાથે મારઝૂડ કરતો હતો, જેથી કંટાળીને મારી દીકરીએ આપઘાતો કર્યો છે.

આ પણ વાંચો : સગા ભાઈએ સગપણને સાંકળે બાંધ્યું, ભૂકંપ બાદ પાગલ થયેલ યુવાનને 9 વર્ષ સુધી બાંધી રાખ્યો

શારીરિક સંબંધ બાંધવા ડોક્ટર પતિએ લગ્ન કર્યાં 
ફરિયાદ મુજબ, નાનજી પટેલની દીકરી મલ્લિકા (નામ બદલ્યું છે) ના લગ્ન ઘાટલોડિયામાં રહેતા હિતેન્દ્ર પટેલ ઉર્ફે હિતેશ પટેલ સાથે ગત ઓગસ્ટ મહિનામાં થયા હતા. ડોક્ટર હિતેશ પટેલ દેવમ ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવે છે. લગ્ન બાદ મલ્લિકાના સાસુ સુભદ્રાબેન અને સસરા મનુભાઈ તેને દહેજ મામલેપરેશાન કરતા હતા. બંનેના લગ્ન મેરેજ બ્યૂરો દ્વારા થયા હતા. ત્યારે તેઓ વહુને કહેતા કે, ‘અમે અમારી છોકરીને દહેજમાં 25 તોલા સોનું આપ્યું છે, તું માત્ર 5 તોલા જ લાવી છું.’ લગ્ન બાદ ડોક્ટર હિતેન્દ્ર પણ પત્ની સાથે મારઝૂડ કરતો હતો. તેણે પત્ની સાથે માત્ર શારીરિક સબંધ બાંધવા માટે લગ્ન કર્યા હોવાનું વારંવાર કહેતો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના અંત તરફ, 9 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નહિ 

પગના સાથળ પર સ્યૂસાઈડ નોટ લખીને તબીબની પત્નીની આત્મહત્યા
પતિના ત્રાસ અને પરિવારના કંકાસથી કંટાળેલી મલ્લિકા પિતાના ઘરે આવી હતી. ત્યારે મલ્લિકાએ ઘરના આંગણામાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. આપઘાત પહેલાં તેણે ડાબા પગના સાથળ પર પેનથી લખ્યું હતું કે, ‘લગ્નની લાલચ આપીને ઘરમાં રાખીને શારીરિક સંબંધ બાંધી, હિતેન્દ્રએ તેની ઇચ્છા પૂરી કરવા મારી સાથે લગ્નનું નાટક કર્યું, ઈચ્છા પૂરી થતાં મને કાઢી મૂકી, મારા મરવાનું કારણ હિતેન્દ્ર.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More