Home> Gujarat
Advertisement
Prev
Next

7 ગુજરાતીઓને પદ્મ પુરસ્કારની જાહેરાત: સુરતના સવજી ધોળકિયાને પદ્મશ્રી, સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ

ગત વર્ષે ડિસેમ્બરમાં દેશે પ્રથમ સીડીએસ બિપિન રાવત ગુમાવ્યા હતા. હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. હવે તેમની બહાદુરીને સલામ કરવા માટે સરકાર દ્વારા તેમને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે.

7 ગુજરાતીઓને પદ્મ પુરસ્કારની જાહેરાત: સુરતના સવજી ધોળકિયાને પદ્મશ્રી, સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ

ઝી ન્યૂઝ/ગાંધીનગર: કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરી છે. આ વર્ષે કુલ 4 વ્યક્તિને પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવશે. તો કુલ 17 લોકોને પદ્મ ભૂષણ અને 107 લોકોને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ગુજરાતના 7 મહાનુભાવોને પદ્મ સન્માન આપવામાં આવશે.

fallbacks

વર્ષ 2022 માટે પદ્મ પુરસ્કારની જાહેરાતમાં 7 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે. જેમાં સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ, સુરતના સવજી ધોળકિયાને પદ્મ શ્રી, ડૉ.લતા દેસાઈ, માલજી દેસાઈને પદ્મ શ્રી, રમીલાબેન ગામીતને પદ્મ શ્રી, ખલીલ ધનતેજવીને મરણોપરાંત પદ્મ શ્રી, ગુરુપ્રસાદ મહાપાત્રાને મરણોપરાંત પદ્મ શ્રી સન્માન આપવામાં આવશે

ગુજરાતના આ મહાનુભવોને પદ્મશ્રી

  • સવજીભાઈ ધોળકિયા (સામાજિક કાર્ય)  (પદ્મશ્રી)
  • સ્વામી સચ્ચિદાનંદ (પદ્મ ભૂષણ)
  • રમિલાબહેન ગામિત (સામાજિક કાર્ય) (પદ્મશ્રી)
  • ડૉ. લતા દેસાઈ (મેડિસિન) (પદ્મશ્રી)
  • માલજીભાઈ દેસાઈ (પબ્લિક અફેયર્સ) (પદ્મશ્રી)
  • ખલીલ ધનતેજવી (સાહિત્ય અને શિક્ષણ) (મરણોપરાંત પદ્મશ્રી)
  • ગુરુપ્રસાદ મહાપાત્રા (પદ્મશ્રી)

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બરમાં દેશે પ્રથમ સીડીએસ બિપિન રાવત ગુમાવ્યા હતા. હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. હવે તેમની બહાદુરીને સલામ કરવા માટે સરકાર દ્વારા તેમને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે. તેમના સિવાય સરકાર આ વખતે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કલ્યાણ સિંહને પણ મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવા જઈ રહી છે. તેમનું પણ ગત વર્ષે ખરાબ તબિયતના કારણે નિધન થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More