Home> Gujarat
Advertisement
Prev
Next

Padma Awards : દર્દીઓની સેવામાં જિંદગી ખર્ચી નાંખનાર દયાળમુનીને પદ્મશ્રીની જાહેરાત, આયુર્વેદમાં છે મોટું યોગદાન

Padma Awards : મોદી સરકારે ગુજરાતના 8 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર આપવાની કરી જાહેરાત,,, ડૉ. તેજસ પટેલ અને કુંદન વ્યાસને પદ્મ ભૂષણ એનાયત થશે,,, ડૉ. યઝદી માણેકશા, જગદીશ ત્રિવેદી,  રઘુવીર ચૌધરી, વૈદ્ય દયાલ પરમાર,કિરણ વ્યાસ અને હરીશ નાયકને પદ્મ શ્રી આપવાની જાહેરાત

Padma Awards : દર્દીઓની સેવામાં જિંદગી ખર્ચી નાંખનાર દયાળમુનીને પદ્મશ્રીની જાહેરાત, આયુર્વેદમાં છે મોટું યોગદાન

Morbi News હિમાંશુ ભટ્ટ/મોરબી : મોદી સરકારે આ વખતે 8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરતાં જ રાજ્યમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. બે ગુજરાતીઓને પદ્મભૂષણ પુરસ્કાર મળી રહ્યા છે. જ્યારે સ્વર્ગસ્થ સાહિત્યકાર હરીશ નાયક સહિત છ લોકોને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. ત્યારે 87 વર્ષની જૈફ વયે પદ્મશ્રી મેળનારા દયાળ પરમારનું યોગદાન મોટું છે. દવા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર દયાળ પરમારને અનેક સન્માન મળ્યાં છે. 

fallbacks

આ 8 ગુજરાતીને પદ્મ સન્માન 

  • ડૉ.તેજસ પટેલ - પદ્મભૂષણ (મેડિસીન)
  • કુંદન વ્યાસ - પદ્મભૂષણ (પત્રકારત્વ) 
  • રઘુવીર ચૌધરી - પદ્મશ્રી (સાહિત્ય)
  • યઝદી ઈટાલિયા - પદ્મશ્રી (મેડિસીન)
  • હરીશ નાયક - મરણોપરાંત પદ્મશ્રી  (સાહિત્ય)
  • દયાળ પરમાર - પદ્મશ્રી (મેડિસીન)
  • જગદીશ ત્રિવેદી - પદ્મશ્રી (કળા) 
  • કિરણ વ્યાસ - પદ્મશ્રી (યોગ) કિરણ વ્યાસ ફ્રાન્સમાં વસતાં મૂળ ગુજરાતી

ટંકારાના આર્થિક સાધારણ માવજીભાઈ દરજીને ત્યાં તા.૨૮/૧૨/૧૯૩૪ ના રોજ જન્મેલા દયાળજી એ પ્રાથમિક શિક્ષણ સ્થાનિકે લીધા બાદ સમય જતા ચિકિત્સક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર,શિક્ષક, શોધકર્તા,લેખક, સંપાદક, અનુવાદક,સમાજ સુધારક સહિતની અનેક ફરજો બજાવ્યા બાદ છેલ્લે જામનગર આયુર્વેદિક કોલેજ માંથી પ્રોફેસર તરીકે વય નિવૃત થયેલા દયાળજીભાઈ પરમાર ફરી ટંકારામા સ્થાયી થયા હતા.

ગુજરાતમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો : આ તારીખથી ગરમી લાગવાની થશે શરૂઆત

તેમણે આર્યસમાજ સંસ્થામા મંત્રી પદે જોડાઈને સંસ્કાર સાથે જીવન ઘડતર કરવાનુ કામ કરવા સાથે આર્ય સમાજના આયુર્વેદિક ચિકિત્સાલયમા વર્ષો સુધી ડોક્ટર તરીકે નિઃશુલ્ક સેવા આપી હતી. ૮૭ વર્ષ ની જૈફ વયના દયાળમુનીએ અત્યાર સુધીમા આતુર પરીક્ષા, વિધોદય, કાય ચિકિત્સા ભાગ ૧ થી ૪, શલ્ય વિજ્ઞાન ભાગ ૧-૨, શાલક્ય વિજ્ઞાનના ભાગ ૧ અને ભાગ ૨, સ્વસ્થ વૃત ભાગ ૧-૨, રોગ વિજ્ઞાન સહિતના આયુર્વેદ વિશ્ર્વ વિધાલય દ્વારા માન્યતા પ્રાપ્ત આઠ જેટલા પુસ્તકો લખી તૈયાર કરવા ચારેય વેદોના ૨૦૩૯૭ મંત્રો સહિત ૭૦૮૪ પાનાના પુસ્તકોનો સંસ્કૃતમાથી સરળ ગુજરાતી ભાષામા અનુવાદ તૈયાર કરવાનુ ભગીરથ કાર્ય કર્યું છે.

દયાળ મળેલા પુરસ્કાર અને સન્માન

  • વર્ષ 2008 : ગુજરાત સરકાર તરફથી રાજ્યપાલ નવલકિશોર શર્માના હસ્તે આયુર્વેદ ચુડામણી પુરસ્કાર,
  • વર્ષ 2009 : રાજકોટખાતે યોજાયેલ આયુર્વેદના રાષ્ટ્રીય સંમેલનમા લાઉફટાઈમ અચિવમેંટ પુરસ્કાર,
  • વર્ષ 2010 : મુંબઈ આર્ય સમાજ દ્વારા આર્ય કર્મયોગી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
  • વર્ષ 2011 : ઈન્ટરનેશનલ આયુર્વેદિક સંગઠન દ્વારા સન્માનિત કરાયા
  • વર્ષ 2013 : વાનપ્રસ્થ સાધક આશ્રમ રોજડ દ્વારા સન્માનિત કરાયા

તબીબી ક્ષેત્રે જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર તેજસ પટેલને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનવાની જાહેરાત થઈ છે. પત્રકારત્વ ક્ષેત્રે જન્મભૂમિ ગ્રુપના કુંદન વ્યાસને પદ્મ ભૂષણ સન્માનથી નવાજવામાં આવશે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રઘુવીર ચૌધરીને પદ્મ શ્રી એનાયત થશે. તબીબી ક્ષેત્રે ડૉ. યઝદી માણેકશા ઈટાલિયાનું પદ્મશ્રીથી સન્માન થશે. જાણીતા હાસ્યકલાકાર અને સુરેન્દ્રનગર જિલ્લાના વતની જગદીશ ત્રિવેદીને કલાક્ષેત્રે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. જાણીતા આયુર્વેદાચાર્ય દયાળ માવજીભાઈ પરમારને તબીબી ક્ષેત્રે પદ્મશ્રી એનાયત થશે. સાહિત્યકાર હરીશ નાયકને મરણોપરાંત પદ્મ શ્રી પુરસ્કારની જાહેરાત થઈ છે. આ સાથે ફ્રાન્સમાં વસતા મૂળ ગુજરાતી કિરણ વ્યાસને યોગમાં તેમના પ્રદાન માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવશે.

બોબડું બાળક પણ અહીં આવીને બોલતુ થઈ જાય છે, સંતરામ મંદિરમાં માતાપિતાએ બોર ઉછાળી બાધા પૂરી કરી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More