P.T. Jadeja Arrested : રાજકોટના અમરનાથ મંદિરમાં આરતી વિવાદ ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી. જાડેજાની અટકાયત બાદ તાલુકા પોલીસ સ્ટેશને લોકો ઉમટ્યા છે. ધાર્મિક વિવાદ બાદ રાજકોટમાં તણાવ વધ્યો છે. પી.ટી. જાડેજાની અટકાયત બાદ પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં તેમના સમર્થકોનો જમાવડો જોવામળ્યો. ત્યારે આ વચ્ચે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનું નિવેદન સામે આવ્યું છે.
ક્ષત્રિય આંદોલનમાં ભાજપ સામે પડેલા પી.ટી.જાડેજા પર કાયદાકીય ગાળિયો કસાયો છે. પાસા હેઠળ પીટી જાડેજાની અટકાયત કરાતા તેમને સાબરમતી જેલમાં ધકેલાશે. ત્યારે હાલ પીટી જાડેજાનું બ્લડપ્રેશર 300 થયું હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાની અટકાયનો મામલો વાયુવેગે ક્ષત્રિય સમાજમાં ફેલાઈ ગયો છે. ત્યારે પોલીસ સ્ટેશન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયેલા જોવા મળ્યા. ક્ષત્રિય સમાજના લોકો બહુમાળી ભવન ચોકથી રેલી કાઢી કલેકટર કચેરીએ આવેદન આ મામલે આવેદન આપશે.
ક્ષત્રિય આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, લોકસભાની ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજે આંદોલન કર્યું હતું તેનો ખાર કરી કાર્યવાહી કરવામાં આવી છે. આજે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળશે. ક્ષત્રિય સમાજનું આંદોલન ફરી કરવા નિર્ણય લેવામાં આવશે.
પરેશ ગોસ્વામીની આગાહી : ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ, આ જિલ્લાઓને હવે ડુબાડશે
પદ્મિનીબા શુ બોલ્યા
તો મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનું નિવેદન પણ આવ્યુ. તેમણે ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજાની રાજકીય ઈશારે ધરપકડ થઈ હોવાની વાત કરી. તેમણે કહ્યું કે, કાર્યવાહી તો નાનીસૂની વાત છે. જે પણ થયું છે તેમાં રાજકારણ દેખાઈ રહ્યું છે. નાની એવી બાબત છે, મોટી બાબત નથી કે આવું એક્શન લેવું પડે. રાજકારણ અને અમારું ક્ષત્રિયોનું આંદોલન થયું તેનું આ પરિણામ દેખાઈ રહ્યું છે. ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા કાબુમાં કરવાને બદલે ક્ષત્રિય સમાજના આગેવાનોની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઈશારે કાર્યવાહી કરવામાં આવી હોવાનો આરોપ પદ્મિનીબા વાળાએ લગાવ્યો.
પદ્મીનીબા વાળાએ વધુમાં કહ્યું કે, પાસા કઈ રીતે? કોઈ એવા પોઈન્ટ જ નથી કે પાસા થઈ શકે. હું સરકારને પૂછવા માંગીશ કે તમે કયા પોઈન્ટ ઉપર પાસા કરો છો? સમાજને વિનંતી કરીશ કે, આપણામાં સંપ રાખો. આ જે પણ છે રાજકારણ છે. અમે તેને સાંખી નહિ લઈએ. સરકાર તાનાશાહી કરી રહી છે. અમે બધા એક જ છે, સરકાર એવું ન વિચારે કે અમારા સમાજમાં ભાગલા પડ્યા છે. ખોટું થયું હશે ત્યાં અમે ઉભા જ રહીશું.
કોણ છે પીટી જાડેજા
લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપ નેતા પરષોત્તમ રુપાલા સામે ક્ષત્રિય અસ્મિતા આંદોલનમાં સક્રિય પણે ભાગ લેનાર ક્ષત્રિય આગેવાનમાં પીટી જાડેજાનું નામ મોખરે છે. તેઓ અનેકવાર સરકાર સામે શાબ્દિક પ્રહારો કરી ચૂક્યા છે .રાજપૂત આંદોલન સમયે સંકલન સમિતિથી જાણીતા બનેલા પીટી જાડેજા હવે ફરી ચર્ચામાં આવ્યા છે.
રાજકોટથી મોટા સમાચાર : ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને પાસામાં ધકેલાયા
પી.ટી જાડેજાએ આપી હતી ધમકી
રાજકોટ દોઢસોફુટ રીંગ રોડ પર બીગ બજાર પાછળના મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હતું, તેના બેનરો મંદિર બહાર લગાવેલા હતા. જેથી પી.ટી.જાડેજાએ મંદિરમાં આરતી ન કરવા સ્વયંયસેવકોને ધમકી આપી બેનરો લઈ લીધા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. BNSની વિવિધ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પી.ટી.જાડેજા સામે જસ્મીન મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે