Gulabsinh Rajput Vs Swarupji Thakor બનાસકાંઠા : ગુજરાતમાં એકમાત્ર વાવની પેટાચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કારણ કે, ગુજરાતની આ બેઠક વટની બેઠક ગણાય છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જેવો માહોલ છે. ત્યારે હવે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદારોને રીઝવવા પાઘડીની ઈમોશનલ એન્ટ્રી થઈ છે.
પ્રચારમાં પાઘડી આવી
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પોતાના ઠાકોર સમાજ આગળ પાઘડી ઉતારી પાઘડીની લાજ રાખવાનું કહ્યા બાદ સામે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરનું પણ પાઘડીને લઈને નિવેદન સામે આવ્યું છે. ગેનીબેને એક કાર્યક્રમમાં કહ્યું કે, હું કોલર ઊંચો કરીને ભાભરની બજારમાંથી નીકળું એવી પાઘડીની આબરૂ રાખજો. આમ, ભાજપ બાદ કોંગ્રેસે પણ પોતાના પ્રચારમાં પાઘડી લાવી છે.
વાવમાં 'વટની લડાઈ' માં ત્રિપાંખિયો જંગ!
વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.. ફોર્મ ચકાસણીના દિવસે કુલ 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. જોકે, એક ચિત્ર હજુ પણ સ્પષ્ટ થયું નથી. જી હાં, આ ચિત્ર છે માવજી પટેલનું...અપક્ષ ચૂંટણી લડી રહેલા માવજી પટેલ લડવા માટે મક્કમ છે તો બીજી તરફ ભાજપ તેમને મનાવવા માટે ધમપછાડા કરી રહ્યું છે.
ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પ્રચારમાં પૂરે પુરું જોર લગાવી દીધું છે. ક્યારેક સમાજના નામે તો ક્યારેક પાઘડીની લાજ રાખવાના નામે સ્વરૂપજી ઠાકોર મત માગી રહ્યા છે. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે માહોલ જામ્યો છે. પ્રચારના પડઘમ વચ્ચે મતદારોને રીઝવવા માટેના ભરપૂર પ્રયાસ થઈ રહ્યા છે ભાજપના ઉમેદવારે તો વાવની જનતાને કહી દીધું કે, પાઘડીની લાજ રાખવી તમારા હાથમાં છે. તમને યાદ હશે કે, લોકસભાની ચૂંટણી દરમિયાન બનાસકાંઠામાંથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ કંઈક આ જ રીતે જનતા પાસેથી લાજ રાખવાની અપીલ સાથે મત માગ્યા હતા.
અંબાલાલની આગાહીએ ટેન્શન કરાવ્યું, પણ હવામાન વિભાગની આગાહીએ ખુશ કરી દીધા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે