Home> Gujarat
Advertisement
Prev
Next

આતંકવાદી હુમલામાં અનાથ થયેલા ગુજરાત સહિત દેશના તમામ બાળકોના શિક્ષણની જવાબદારી લેશે સુરતના આ ઉદ્યોગપતિ

Surat industrialist Mahesh Savani: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના કારણે સમગ્ર દેશમાં લોકોનો ગુસ્સો ચરણસીમાએ પહોંચ્યો છે. આ હુમલામાં માર્યા ગયેલા લોકોના બાળકોનું ભવિષ્ય સુધારવા માટે હવે સમાજસેવી અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ એક સરહનીય પહેલ કરી છે. સવાણીએ જાહેરાત કરી છે કે આ હુમલામાં અનાથ થયેલા બાળકોના શિક્ષણનો પુરેપુરો ખર્ચ ઉઠાવશે, ભલે તે પછી કોઈ પણ રાજ્ય કે બોર્ડનો હોય.

આતંકવાદી હુમલામાં અનાથ થયેલા ગુજરાત સહિત દેશના તમામ બાળકોના શિક્ષણની જવાબદારી લેશે સુરતના આ ઉદ્યોગપતિ

Mahesh Savani The Businessman Who Became a Father: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હૃદયદ્રાવક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં મોટાભાગે પ્રવાસીઓ હતા. આ મૃત્યુથી ઘણા પરિવારો નિરાધાર અને બાળકો અનાથ બન્યા છે. આ દુ:ખદ દુર્ઘટના બાદ દેશભરમાંથી મદદનો દોર શરૂ થયો છે.

fallbacks

પાકિસ્તાનના ચક્રવાતે ભારતમાં બદલી નાંખી પવનની દિશા, 25-26 એપ્રિલ સૌથી ખતરનાક! જાણો

આ કડીમાં સૌથી આગળ ગુજરાતના એક ઉદ્યોગપતિ આવ્યા છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર, મહેશ સવાણીએ એક મોટું માનવતાવાદી પગલું ભર્યું છે અને આ આતંકવાદી હુમલામાં તેમના માતાપિતા ગુમાવનારા બાળકોના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. મહેશ સવાણીએ એક વિડિયો સંદેશ જાહેર કરીને જણાવ્યું છે કે તેઓ પીડિત પરિવારો સાથે ઉભા છે અને તેમનું પીપી સવાણી ગ્રુપ બાળકોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી લેશે.

W,W,W,W..RCB માટે 'સુપરમેન' બન્યો આ ખતરનાક બોલર, રાજસ્થાનના મોઢામાંથી છીનવી લીધી જીત

વીડિયોમાં મહેશ સવાણીએ જણાવ્યું છે કે મૃતકોના બાળકો દેશના કોઈપણ રાજ્યના હોય, પછી ભલે તેઓ કોઈપણ બોર્ડ (CBSE, GSEB અથવા અન્ય)માં અભ્યાસ કરતા હોય, તેમના શાળાના અભ્યાસથી લઈને NEET, JEE અને ગ્રેજ્યુએશન જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સુધીનો ખર્ચ પીપી સવાણી સ્કૂલ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉઠાવવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા તમામ લોકોને આ રીતે મદદ કરીને તેમના ગ્રુપની સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ હશે.

પહલગામ હુમલા બાદ અમેરિકા પણ આકરા પાણીએ, ભારતના સમર્થનમાં આપ્યું મોટું નિવેદન

મહેશ સવાણી ગુજરાતમાં સંવેદનશીલ અને સામાજિક કાર્યકર ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે. જે પરિવારોએ પોતાના કમાતા સભ્યો ગુમાવ્યા છે તેમના માટે આ જાહેરાત આશાનું કિરણ બની રહશે. શિક્ષણ દ્વારા આ બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવાની પહેલ ખરેખર એક પ્રેરણાદાયી પગલું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More