Home> Gujarat
Advertisement
Prev
Next

પાકિસ્તાને નક્શામાં જુનાગઢને પોતાનું ગણાવ્યું, CM વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા....

ભારત અને પાકિસ્તાનની વચ્ચે સીમા વિવાદ હંમેશા વકરતો રહ્યો છે. પાકિસ્તાન હવે પોતાની હદ વટાવી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે એક બેઠક દરમિયાન નવો નક્શો (pakistan map) જાહેર કર્યો, જેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીરના સિયાચીન સહિત ગુજરાતના જુનાગઢ (junagadh) ને પણ પોતાનો ભાગ હોવાનો દાવો ઠોક્યો છે. પાકિસ્તાને આ પગલું 5 ઓગસ્ટ પહેલા ભર્યુ છે. જ્યારે જમ્મુ-કાશ્મીરથી ભારત સરકારના આર્ટિકલ 370 હટાવ્યાને એક વર્ષ પૂરુ થવાનું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ટ્વિટ કરીને કહ્યું કે, વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા જાહેર પાકિસ્તાનનો કથિત રાજનીતિક માનચિત્ર એ એ વાતનું ઉદાહરણ છે કે, પાકિસ્તાનના પીએમ જમીની હકીકતને લઈને બહુ જ નિરાશ છે. પાકિસ્તાન ક્યારેય ભારતની એકતા અને અખંડતતાને નબળુ કરવાના પોતાના દુષ્ટ હેતુમાં સફળ નહિ થાય. પાકિસ્તાનની આ અપ્રિય છે. ગુજરાત પાકિસ્તાનની આ હરકતની નિંદા કરે છે. 

પાકિસ્તાને નક્શામાં જુનાગઢને પોતાનું ગણાવ્યું, CM વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા....

ઝી મીડિયા/બ્યૂરો :ભારત અને પાકિસ્તાનની વચ્ચે સીમા વિવાદ હંમેશા વકરતો રહ્યો છે. પાકિસ્તાન હવે પોતાની હદ વટાવી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે એક બેઠક દરમિયાન નવો નક્શો (pakistan map) જાહેર કર્યો, જેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીરના સિયાચીન સહિત ગુજરાતના જુનાગઢ (junagadh) ને પણ પોતાનો ભાગ હોવાનો દાવો ઠોક્યો છે. પાકિસ્તાને આ પગલું 5 ઓગસ્ટ પહેલા ભર્યુ છે. જ્યારે જમ્મુ-કાશ્મીરથી ભારત સરકારના આર્ટિકલ 370 હટાવ્યાને એક વર્ષ પૂરુ થવાનું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ટ્વિટ કરીને કહ્યું કે, વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા જાહેર પાકિસ્તાનનો કથિત રાજનીતિક માનચિત્ર એ એ વાતનું ઉદાહરણ છે કે, પાકિસ્તાનના પીએમ જમીની હકીકતને લઈને બહુ જ નિરાશ છે. પાકિસ્તાન ક્યારેય ભારતની એકતા અને અખંડતતાને નબળુ કરવાના પોતાના દુષ્ટ હેતુમાં સફળ નહિ થાય. પાકિસ્તાનની આ અપ્રિય છે. ગુજરાત પાકિસ્તાનની આ હરકતની નિંદા કરે છે. 

fallbacks

ભાવનગર : દર્દીના મોતથી પરિવારે હોબાળો કરતા તબીબો હડતાળ પર ઉતરી ગયા

ઈમરાન ખાને કેબિનેટ બેઠક બાદ દેશનો નવો પોલિટિકલ નક્શો જાહેર કર્યો હતો. આ નક્શામાં સિચાયિનના પાકિસ્તાનનો હિસ્સો ગણાવ્યો છે.જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં તો પાકિસ્તાન વર્ષોથી દાવો ઠોકે છે. પણ આ વખતે ખાસ બાબત એ છે કે, ગુજરાતના જુનાગઢને પણ પોતાનામાં ગણાવ્યું છે. 

ભારતે પાકિસ્તાનના આ નવા રાજનીતિક નક્શાને નકારી કાઢતા કહ્યું કે, ન તો તેની કોઈ કાયદાકીય અનુમતિ છે, ન તો આંતરરાષ્ટ્રીય સ્તર પર તેની કોઈ વિશ્વસનીયતા છે. ભારતીય વિદેશ મંત્રાલય એક નિવેદનમાં કહ્યું કે, અમે પાકિસ્તાનના કથિત રાજનીતિક નક્શાને જોયો. જેને ઈમરાન ખાને જાહેર કર્યો છે. આ ભારતીય રાજ્ય ગુજરાત અને અમારા કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ક્ષેત્રને તે દાવેદારી બતાવે છે. જે રાજનીતિક મૂર્ખતામા ઉઠાવેલું પગલુ છે. આ હાસ્યાસ્પદ દાવાઓની નતો કોઈ કાયદાકીય માન્યતા છે, ન તો આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા. સત્ય તો એ છે કે, પાકિસ્તાને આ જે નવો પ્રયાસ કર્યો છે તે માત્ર સીમા પાર આતંકવાદ દ્વારા સમર્થિત ક્ષેત્ર વિસ્તારની પાકિસ્તાનના ઝૂનૂનની હકીકતને દર્શાવે છે. 

તો માણાવદના ધારાસભ્ય જવાહર ચાવડા પણ કહ્યું કે, પાકિસ્તાનની નાપાક હરકત હોવાનું માનુ છું જૂનાગઢ,માણાવદર હિન્દુસ્તાનના વિસ્તારમાં આવે છે. આ હિન્દુસ્તાન જ છે. પાકિસ્તાન પાસે બીજી કોઈ પ્રવૃત્તિ નહિ હોવાથી આવી પ્રવૃત્તિ કરે છે. 1947 થી અત્યાર સુધી આ વિસ્તારમાં ફક્ત ભારત અને હિન્દુસ્તાનનું રાજ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More