Home> Gujarat
Advertisement
Prev
Next

વિપક્ષના નેતાએ અત્તરની ભેટ આપી કહ્યું, 'લ્યો અત્તર રાખો સાહેબ, આખુ ગામ ગંધાય છે'

ચીફ ઓફીસર (Chief Officer) ની ઉપસ્થિતિમાં મળેલી આ સભામાં વિરોધ પક્ષ દ્વારા એજન્ડાનાં વિવિધ મુદ્દાઓને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેને લઇ સભાખંડમાં હોબાળાના દ્રશ્યો સર્જાયાં હતાં.

વિપક્ષના નેતાએ અત્તરની ભેટ આપી કહ્યું, 'લ્યો અત્તર રાખો સાહેબ, આખુ ગામ ગંધાય છે'

અલ્કેશ રાવ, પાલનપુર: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાલનપુર નગરપાલિકા (Palanpur Palika) માં કોન્ફરન્સ હોલ ખાતે આજે સાધારણ સભા મળી હતી. જેમાં શાસક તેમજ વિરોધ પક્ષના સભ્યો હાજર રહ્યાં હતા. ચીફ ઓફીસર (Chief Officer) ની ઉપસ્થિતિમાં મળેલી આ સભામાં વિરોધ પક્ષ દ્વારા એજન્ડાનાં વિવિધ મુદ્દાઓને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેને લઇ સભાખંડમાં હોબાળાના દ્રશ્યો સર્જાયાં હતાં.

fallbacks

બીજી તરફ સભા શરૂ થાય તે પહેલા જ વિરોધ પક્ષના નેતા અંકિતાબેન ઠાકોરે શહેર ગંદકી અને અને ગટરો નગરી બની ગઈ હોવાના આક્ષેપો સાથે પાલિકા પ્રમુખને અત્તર તેમજ સ્પ્રે આપી કહ્યું હતું કે લ્યો સાહેબ આ અત્તર રાખો, આખું શહેર ગંધાય છે. એમ કહી શહેરને અત્તરોની નગરી જેવી બનાવવા વિરોધ દર્શાવ્યો હતો.

Kutch ભાજપનો યુવા નેતા પૂર્વ ધારાસભ્યની ભત્રીજી સાથે ઝડપાતા મળ્યો મેથીપાક

વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોર (Ankitaben Thakor) એ જણાવ્યું હતું કે નગરપાલિકા (Nagarpalika) બને લગભગ ચારથી પાંચ મહિના થઇ ચુક્યા છે પરંતુ વિકાસ ના નામે હજુ મીંડું છે, એટલે આજે અમે પ્રમુખને અત્તરની ભેટ આપી છે. પાલનપુર નગરી એટલે અત્તરોની નગરી કહેવાતી હતી. 

પરંતુ અત્યારે ગટરોની થઈ ગઈ છે એટલે બંનને પાંચ મહિના પ્રમુખ થઈ ગયા છે એટલે ભાન કરાવ્યું કે બેન તમે ચેમ્બરમાંથી અને ફાઇલોમાંથી બહાર આવો અને પાલનપુર (Palanpur) ના વિકાસના કામોમાં ધ્યાન આપો.

Sokhada Haridham મંદિરના નવા ગાદીપતિ કોણ બનશે? આ નામ છે ચર્ચામાં

જ્યારે આ અનોખા વિરોધ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર સતીષ પટેલનું કહેવું છે કે મને અત્તરની બોટલ આપી જ નથી. હું તો સામાન્ય સભામાં બેઠો હતો અને નેતા વિપક્ષ ત્યાં આવી મૂકી ગયા. જ્યારે વિપક્ષના વિરોધ મામલે પાલનપુર નગરપાલિકા પ્રમુખ હેતલ પટેલે કહ્યું હતું કે માત્ર વિરોધ કરવાથી વિકાસ થતો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More