Home> Gujarat
Advertisement
Prev
Next

પિતાની હેવાનિયતભરી હરકત, પત્ની પિયર જતી રહેતા એક વર્ષની દીકરીને કૂવામાં ફેંકી દીધી 

પિતાની હેવાનિયતભરી હરકત, પત્ની પિયર જતી રહેતા એક વર્ષની દીકરીને કૂવામાં ફેંકી દીધી 
  • પાલનપુરના ધાણધામાં પત્ની રિસાઇને પિયર જતા રહેતા પિતાએ જ પોતાની ફૂલ જેવી દિકરીને કૂવામાં ફેંકી દીધી
  • પતિ- પત્નિ વચ્ચે ઝઘડો થતા પત્ની રિસાઇને તેના બહેન-બનેવીના ઘરે જતી રહી હતી, જેનુ પરિણામ બાળકીને ભોગવવુ પડ્યું 

અલકેશ રાવ/બનાસકાંઠા :પાલનપુર તાલુકાના ધાણધા ગામે સગા પિતાએ તેની કોમળ વયની ફૂલ જેવી દીકરીને ઉંડા કૂવામાં ફેંકી દીધાની ચકચારી ઘટના સામે આવી છે. અમીરગઢના થળા ગામના પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની રિસાઇને તેના બહેન-બનેવીના ઘરે ધાણધા જતી રહી હતી. જ્યાં તેનો પતિ આવીને ‘મારી દીકરી આપી દે...’ તેમ કહી 12 માસની બાળકીને લઇ નીકળી ગયો હતો. બાદમાં જ આ જ દીકરીને સગા પિતાએ નજીકમાં એક કૂવામાં ફેંકી દેતા ચકચાર મચી છે. બનાવ બાદ હાલમાં બાળકીને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જે હાલમાં સારવાર હેઠળ છે. 

fallbacks

અમીરગઢ તાલુકાના થળા ગામના રહેવાસી ઉર્મિલાબેન ચૌહાણ અને તેમના પતિ વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. જ્યારે પણ પતિ પત્નિ વચ્ચે ઝઘડો થાય ત્યારે ઊર્મિલાબેન રિસાઈને તેમના બહેન અને બનેવીના ઘરે જતા રહેતા હતા. આ દરમિયાન શુક્રવારે પતિ પત્ની વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો. જેથી ઉર્મિલાબેન તેમની 12 માસની નાની દીકરીને લઇ તેમના બહેનના ઘરે ધાણધા મુકામે જતા રહ્યા હતા. જ્યાં પતિ રમેશભાઇ ધર્માભાઇ ચૌહાણ ત્યાં આવી ચઢ્યો હતો. 

આ પણ વાંચો : એકાએક મિની કાશ્મીર બની ગયુ ગુજરાતનું આ સ્થળ, જોવા ઉમટી પડ્યા લોકો

પતિએ ધાણધા આવીને કહ્યુ હતું કે, મને મારી દિકરી આપી દે. આ બાદ તે નાની બાળકીને લઇને જતો રહ્યો હતો. બાદમાં એકાદ કલાક પછી જાણવા મળ્યું હતું કે નરાધમ પિતાએ બાળકીને નજીકના કૂવામાં ફેંકી દીધી હતી.  આ ઘટનાની જાણ થતા જ ઊર્મિલાબેન અને તેના બહેન બનેવી ઘટના સ્થળે દોડી ગયા હતા. બાળકીને કૂવામાંથઈ બહાર કાઢીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જે હાલમાં સારવાર હેઠળ છે. આ બાબતે પાલનપુર તાલુકા પોલીસ મથકે ઉર્મિલાબેને તેમના પતિ રમેશભાઈ ધનાભાઇ ચૌહાણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રન : વાહનચાલકે મહિલાને 20 ફૂટ ઊછાળીને પટકી, કમકમાટીભર્યુ મોત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More