Banaskantha News : પાલનપુરના તાજપુરા વિસ્તારમાં રહેતી 27વર્ષીય યુવતીએ આપઘાત કરીને પરિવારજનોને ચોંકાવી દીધા છે. યુવતીએ પોતાની પાછળ એક એવો વીડિયો છોડ્યો, જે જોઈને પરિવારજનો પણ હચમચી ગયા હતા. વાયરલ વીડિયોમાં યુવતીએ કોઈ યુવકની માફી માંગી અને તે બાદ આપઘાત કર્યો હતો. ત્યારે પાલનપુર પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.
પાલનપુરમાં રાધા ઠાકોર નામની યુવતીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. યુવતીએ આપઘાત કરતા પહેલા વીડિયો બનાવીને વાયરલ પણ કર્યો છે. આ વાયરલ વીડિયોમાં યુવતી કોઈ યુવકની માફી માંગી રહી છે અને તે બાદ આપઘાત કરી રહી છે. મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે.
પાલનપુરઃ તાજપુરામાં 27 વર્ષીય યુવતીનો આપઘાત, રાધા ઠાકોર નામની યુવતીએ ગળેફાંસો ખાઈની ટૂંકાવ્યું જીવન....
- યુવતીએ આપઘાત કરતા પહેલા બનાવ્યો વિડિયો...
- વાયરલ વીડિયોમાં કોઈ યુવકની માફી માગતી દેખાઈ યુવતી...#ZEE24Kalak #ViralVideo #suicide #Gujarat #palanpur pic.twitter.com/aoFO0a6VKb— Zee 24 Kalak (@Zee24Kalak) December 16, 2024
તો બીજી તરફ, મૃતક યુવતીના મોબાઈલમાંથી કોઈ યુવક સાથેના કોલ રેકોર્ડિંગ અને વીડિયો મળી આવ્યા છે. મૃતકના પરિવારજનોએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા યુવક વિરુદ્ધ રજૂઆત કરી છે. પાલનપુર પશ્ચિમ પોલીસે યુવતીના મોતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
આપઘાત પહેલા યુવતીએ શું કહ્યું...
આ યુવતીએ અંતિમ પગલું ભરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં યુવતી કોઈ યુવકને સંબોધીને બોલતી સંભળાય છે કે, તે જિંદગીથી કંટાળી ગઈ છે. સોરી કે હું તને કહેવા નથી રહી. રાધા ઠાકોરે વીડિયોમાં કહ્યું હતું કે, તારી આ રાધા ખુશીથી મરે છે એટલે તું ચિંતા ન કરતો. મને માફ કરજે, હવે મારે આ જિંદગી નથી જીવવી. મેં મારી જિંદગી ખુશી ખુશી જીવી લીધી. બધી રીતે હું કંટાળી ગઈ છું. સોરી કે હું તને કહેવા નથી રહી. મને માફ કરજે. દુ:ખી બિલકુલ ન થતો. ખુશ થજે, મારાથી પણ સારી છોકરી ગોતીને મસ્ત મેરેજ કરજે તો મને અને મારી આત્માને બહુ જ શાંતિ મળશે. દુ:ખી થઈશ તો મારી આત્માને ક્યારેય શાંતિ નહીં મળે.
અંબાલાલનો નવો ધડાકો, કાતિલ ઠંડી વચ્ચે આવશે વરસાદ, આજથી જ જોવા મળશે વરસાદનું છમકલું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે