Home> Gujarat
Advertisement
Prev
Next

કચ્છ મેં યે નહિ દેખા તો કુછ નહિ દેખા, ચોમાસામાં જીવંત થયો કચ્છનો નાયગ્રા ફોલ

કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ વિશિષ્ઠ છે. અહીં દરિયો છે, પહાડ છે અને રણ પણ છે. પરંતુ બહુ જ ઓછા લોકો જાણે છે કે આ પૃષ્ઠભૂમિ પર એક સુંદર મજાનો વોટરફોલ પણ આવેલો છે. સાપુતારા, ડાંગમાં જેવા ધોધ જોવા મળે છે, તેવો જ ધોધ કચ્છમાં પણ છે. 

કચ્છ મેં યે નહિ દેખા તો કુછ નહિ દેખા, ચોમાસામાં જીવંત થયો કચ્છનો નાયગ્રા ફોલ

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ વિશિષ્ઠ છે. અહીં દરિયો છે, પહાડ છે અને રણ પણ છે. પરંતુ બહુ જ ઓછા લોકો જાણે છે કે આ પૃષ્ઠભૂમિ પર એક સુંદર મજાનો વોટરફોલ પણ આવેલો છે. સાપુતારા, ડાંગમાં જેવા ધોધ જોવા મળે છે, તેવો જ ધોધ કચ્છમાં પણ છે. 

fallbacks

Independence Day : મુખ્યમંત્રીના સંબોધન સમયે પોલીસ જવાન બેહોશ થઈને ઢળી પડ્યો

fallbacks

નખત્રાણા તાલુકાના તરા (મંજલ) ગામની બાજુમાં આવેલા પુંઅરેશ્વર મહાદેવ મંદિર પાસે જંગલમાં પહાડીઓમાં આ ધોધ વહે છે. બે-ત્રણ કિલોમીટર કાચા રસ્તા અને થોડા ખાડા ટેકરા પાર કરીને અહીં પહોંચી શકાય છે. ચોમાસામાં સારા વરસાદને કારણે આ ધોધનું સૌંદર્ય ખીલી ઉઠે છે. સેંકડો વર્ષો બાદ અહીં જે ગીરાઓ અને ખીણો બનેલી છે, એનો નજારો કાંઈ ઓર જ છે. આ જ સૌંદર્ય બોલિવુડને પણ આકર્ષે છે. કચ્છમાં કેટલીયે એવી જગ્યાઓ છે, જ્યાં બોલિવુડ ફિલ્મોનું શુટિંગ થાય છે. આ પાલાર ધુના એક પહાડીને કોતરીને વચ્ચેથી પાણી નીકળે છે, જ્યાં મોટી ખીણો બનેલી છે. અહીં ઉનાળામાં ટ્રેકિંગ કરવા મોટી સંખ્યામાં ટ્રેકર્સ આવે છે. તો શિયાળામાં પક્ષીઓના કલરવથી આ પહાડો ગુંજી ઉઠે છે.
ચોમાસાનું આ દ્રશ્ય આહલાદક લાગે છે. આ વર્ષે સારા વરસાદને કારણે ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ધોધે કચ્છની સુંદરતામાં મોરપીંછ ઉમેર્યું હોય તેવુ લાગે છે. આ નજારો જોઈને કહી શકાય કે, કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખાની ઉક્તિ સાચી ઠરે છે.  

Photos : દેશભક્તિનું જીવતુજાગતુ ઉદાહરણ એટલે પાટણના અહેમદ ચાચા

fallbacks

ઓ ધોધ જીવંત થતા જ કચ્છભરમાં વસતા લોકો તેને નિહાળવા આવે છે. ભૂજ, ગાંધીધામ સહિતના મોટા શહેરોમાંથી લોકો અહીં આવે છે. ચોમાસામાં દર વર્ષે વધતી ભીડને પગલે પાલારધૂના વિસ્તારને કચ્છના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની સ્થાનિકો દ્વારા માંગ પણ કરાઈ છે. 

fallbacks

નખત્રાણા તાલુકાના તરા (મંજલ) ગામની બાજુમાં આવેલા પુંઅરેશ્વર મહાદેવ મંદિરના દર્શનાર્થે આવતા ભાવિકોને રહેવા સહિતની સગવડ મળી રહે એવી માંગ ઉપસરપંચે કરી છે. રાજ્યના 9 ધોધ પૈકીના એક પાલારધૂનાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાય તો સહેલાણીઓ ચોમાસામાં કુદરતનો નયનરમ્ય નજારો માણી શકે તેમ છે. અહીં વહીવટી તંત્ર વ્યવસ્થા કરે તો આ સ્થળ સારું જોવાલાયક સ્થળ બની શકે છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More