Home> Gujarat
Advertisement
Prev
Next

હવે અખબારનગરથી વાસણા માત્ર 20 મિનિટમાં પહોંચાશે! રોજ 1 લાખ વાહનચાલકોને મળશે રાહત

અમદાવાદી માટે વધુ એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં વધુ એક બ્રિજ બનીને તૈયાર થયો છે અને આગામી દિવસોમાં તેને ખુલ્લો મુકવામાં આવી શકે છે, બ્રિજનું નામ પલ્લવ બ્રીજ છે. 

હવે અખબારનગરથી વાસણા માત્ર 20 મિનિટમાં પહોંચાશે! રોજ 1 લાખ વાહનચાલકોને મળશે રાહત

Ahmedabad Pallav bridge: અમદાવાદમાં સૌથી મોટી સમસ્યા હોય તો ટ્રાફિકની છે. શહેરના હાર્દ સમા SG હાઈવેની જેમ 132 ફૂટ રિંગ રોડની ચમક વધારવા અને ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે વધુ 3 બ્રિજ બને તો અખબારનગરથી વાસણા સુધી 20 મિનિટમાં પહોંચી જવાશે. 132 ફૂટ રિંગ રોડ પર બે જંક્નશને આવરી લેતો પલ્લવ બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે. 935 મીટર લાંબો પલ્લવ બ્રિજ તૈયાર થવાના કારણે 1 લાખથી વધુ લોકોએ બે જંક્શન પર ઊભા રહેવુ પડશે નહીં અને લીધા ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકશે. 

fallbacks

આ બ્રિજ પર લોડ ટેસ્ટ સ્પાન માટે 10 જેટલી ટ્રક ઉભી રખાઈ
પલ્લવ બ્રિજ તૈયાર તો થઈ ચૂક્યો છે, પરંતુ હાલમાં બ્રિજની મજબૂતાઈ ચકાસવા માટે લોડ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. 935 મીટર લાંબો પલ્લવ બ્રિજની મજબૂતાઈ ચકાસવા 300 ટન વજનના 10 ટ્રક લોડ કરી ઊભા રાખવામાં આવ્યા હતા. આ બ્રિજ પર લોડ ટેસ્ટ સ્પાન માટે 10 જેટલી ટ્રક ઉભી રાખવામાં આવી છે. 24 કલાક સુધી આ ટ્રક ઉભી રહેશે જે બાદ બ્રિજની ક્ષમતા તેમજ તેના સ્પાનની ચકાસણી કરાશે. જે 18 એપ્રિલ સુધી ચાલશે. હવે ટેસ્ટિંગનું કામ પૂર્ણ થયા બાદ મેમાં પલ્લવ બ્રિજને શહેરીજનો માટે ખુલ્લો મુકાશે. 

અંધજન મંડળ ખાતે ડબલ ડેકર બ્રિજ બનાવવાની વિચારણા 
હવે બીજો બ્રિજ અંધજન મંડળ ખાતે બનાવવાનો વિચાર ચાલી રહ્યો છે. અંધજન મંડળ ખાતે બનેલા બ્રિજની ઉપરથી બીજો ડબલડેકર બ્રિજ બનાવવાની દિશામાં વિચારણા હાથ ધરાઈ રહી છે. તે માટે જરૂરી ચકાસણી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. 

પલ્લવ બ્રિજનું કામ 8 મહિના અટકેલું હતું..
તમને જણાવી દઈએ કે પલ્લવ બ્રિજની કામગીરી અજય એન્જિનયરિંગ ઈન્ફ્રાને આપવામાં આવી હતી. પરંતુ હાટકેશ્વરનો માટીપગો બ્રિજ બનાવનારી કંપની વિવાદમાં સપડાતા પલ્લવ બ્રિજનું કામ 8 મહિના સુધી અટક્યું હતું. હાલમાં અન્ડરસ્પેસ તેમજ બ્રિજના ફિનિશિંગની કામગીરી ચાલી રહી છે. લગભગ 8 મહિના સુધી આ કામગીરી રોકી અન્ય નવા કોન્ટ્રાક્ટર માટે પ્રયત્નો કરાયા હતા. જોકે બાદમાં ફરીથી અજય ઈન્ફ્રાને જ બાકીની કામગીરી પૂર્ણ કરવા માટે જવાબદારી અપાઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More