Surat Diamond Bourse: સુરતના એક હીરા ઉદ્યોગપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપવા માટે સુરત ડાયમંડ બુર્સની બિલ્ડિંગની જેમ જ પંચધાતુમાંથી સુરત ડાયમંડ બુર્સ જેવી જ પ્રતિકૃતિ તૈયાર કર્યું છે. તેની સુંદરતા જોવા લાયક છે. વાસ્તવિક સુરત ડાયમંડ બુર્સમાં દરેક 14 માળના 9 ટાવર છે. એ જ રીતે પંચધાતુમાંથી બનાવેલ સુરત ડાયમંડ બુર્સ મોડેલમાં 9 ટાવર બનાવવામાં આવ્યા છે.
વધુ એક બ્રિજમાં મસમોટા ભ્રષ્ટાચારની આશંકા; માત્ર 10 મહિનામાં બ્રિજના છોતરા નીકળ્યા!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા સુરત પહોંચશે. આ બિલ્ડિંગ અમેરિકાની પેન્ટાગોન બિલ્ડિંગ કરતા પણ મોટી છે. ઉદ્ઘાટન બાદ પીએમ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ અને કામદારોને સંબોધિત કરશે. સુરત ડાયમંડ બુર્સનું પંચધાતુથી બનેલું મોડેલ વડાપ્રધાનને ભેટ આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
હોંશે હોંશે ટોસ્ટ ખાનારા ચેતી જજો! નામાંકીત બેકરીના નમૂના ફેલ, ભેળસેળમાં થયો ધડાકો
સુરતના હીરા ઉદ્યોગપતિ જતીન કાકડિયાએ વડાપ્રધાનને ભેટ આપવા માટે સુરત ડાયમંડ બુર્સની બિલ્ડિંગની જેમ જ પંચધાતુમાંથી સુરત ડાયમંડ બુર્સ તૈયાર કર્યું છે. તેની સુંદરતા જોવા લાયક છે. વાસ્તવિક સુરત ડાયમંડ બુર્સમાં દરેક 14 માળના 9 ટાવર છે. એ જ રીતે પંચધાતુમાંથી બનાવેલ સુરત ડાયમંડ બોર્સ મોડેલમાં 9 ટાવર બનાવવામાં આવ્યા છે.
10 પાસ માટે ગોલ્ડન ચાન્સ: હવે ડ્રોનના જમાનામાં બનાવો કારકિર્દી, શરૂ થશે 9 નવા કોર્ષ
આ મોડલમાં ડાયમંડ પણ લગાવવામાં આવ્યા છે. ફ્લોરા જ્વેલ્સ પ્રાઈવેટ લિમિટેડના માલિક જતીન કાકડિયાએ જણાવ્યું કે આ મોડલ તૈયાર કરવામાં તેમને 60 દિવસનો સમય લાગ્યો છે. જ્યારે જતિનને આ મોડલની કિંમત પૂછવામાં આવી તો તેમણે કિંમત જણાવવાની ના પાડી દીધી અને કહ્યું કે ગિફ્ટમાં આપવામાં આવેલી વસ્તુની કોઈ કિંમત નથી, તે અમૂલ્ય છે.
ગુજરાતના માછીમારો આનંદો! હવે મત્સ્ય ઉત્પાદન અને મત્સ્યોદ્યોગને મળશે રોકેટગતિનો વેગ
આ મોડેલ હાલમાં સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા સરસાણા કન્વેન્શન સેન્ટર, સુરત ખાતે આયોજિત રૂટ્ઝ-બી2બી જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. તેને જોવા માટે ઘણા લોકો આવી રહ્યા છે. બીજી તરફ વડાપ્રધાનના આગમન પહેલા સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કરવાના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે