Panchmahal News પંચમહાલ : પહેલાના સમયમાં રાજાઓ વેશપલટો કરીને પ્રજા વચ્ચે જતા હતા. જેમાં તેઓ તેમનું રાજ્ય યોગ્ય રીતે ચાલે છે કે નહિ તે વિશે છુપી રીતે નિરીક્ષણ કરતા અને આ રીતે પ્રજાની પડતી કેટલીય સમસ્યાઓનું નિરાકરણ આવતું હતું. રાજાશાહી ગઈ અને સરકારી તંત્ર આવ્યું. કારભાર બદલાયો, પણ પ્રજાની સમસ્યાનું હવે કોઈ નિરાકરણ આવતું નથી. આવામાં ગુજરાત સરકારના એક સરકારી અધિકારીએ વેશપલટો કરીને સરકારી ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સરકારી ઓફિસોમાં પ્રજાને કેવી કેવી મુશ્કેલ પડી રહી છે તેનો તાગ મેળવ્યો હતો. ત્યારે સરકારી કચેરીનું અસલી પિક્ચર તેમની સામે આવ્યું હતું.
પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી એચ ટી મકવાણાએ વેશ પલટો કરી સરકારી ઓફિસમાં સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. પુરવઠા અધિકારીેએ મામલતદાર કચેરીની સિસ્ટમની પોલ ખોલી હતી. ડીએસઓ એચ.ટી.મકવાણા ગોધરા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં પાંચ જેટલા રેશનકાર્ડ ધારકોને સાથે રાખી સ્ટીંગ ઓપરેશન હાથ ધર્યુ હતું.
ગુજરાતીઓને માટે મોટું એલર્ટ! જાન્યુઆરીની આ તારીખ નોંધી લો, વરસાદની છે આગાહી
ધોતી, ટોપી અને ચશ્મા... જ્યારે અધિકારી વેશપલટો કરીને મામલતદાર કચેરી પહોંચ્યા ત્યારે જોવા જેવી થઇ!#panchmahal #godhra #gujarat #viralvideo #trendingvideo pic.twitter.com/5CYdWEDVdB
— Zee 24 Kalak (@Zee24Kalak) January 2, 2025
સામાન્ય અરજદારની જેમ સરકારી કામગીરીઓને લઈને લોકોને પડતી મુશ્કેલીઓનો જાત અનુભવ કર્યો. જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી. મામલતદાર કચેરીમાં ચાલતી લાલિયાવાડી બહાર આવી. સામાન્ય અરજદારો પાસેથી ઝેરોક્ષ પેટે તથા સ્ટેમ્પ પેટે વધારે નાણા પડાવતા હોવાની હકીકત પણ બહાર આવી.
અરજદાર પાસેથી ઝેરોક્ષના 1 રૂપિયાના બદલે 5 રૂપિયા લેતા હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. સ્ટેમ્પ વેન્ડર દ્વારા રૂ.50ના સ્ટેમ્પના રૂ.60 લેતા અને રૂ.100ના સ્ટેમ્પના રૂ.120 લેતા હોવાની હકીકત સામે આવી હતી. રેશનકાર્ડના નાણાં ખોટી રીતે લેતા હોવાનું પણ સ્ટીંગ ઓપરેશન દરમિયાન બહાર આવ્યું. જિલ્લા પુરવઠા અધિકારીએ તેઓની તપાસ દરમિયાન રેશનકાર્ડ ધારકોની પડતર અરજીઓ છેલ્લા એક વર્ષની કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી. મામલતદાર કચેરીના કર્મચારી તેમજ સ્ટેમ્પ વેન્ડર તથા સામે નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભારે ફફડાટ ફેલાયો હતો.
પુષ્પા-2 કરતા પણ ફાડું છે સાઉથની આ ફિલ્મ, 2 કલાક 24 મિનિટની ફિલ્મમાં રુંવાડા ઉભા થઈ જશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે