Home> Gujarat
Advertisement
Prev
Next

GTU માં નવીન શેઠનો કાર્યકાળ પૂરો, પંકજ પટેલને બનાવાયા ઈન્ચાર્જ કુલપતિ

Education Update : વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં 3 સિનિયર તબીબી વિદ્યાર્થીઓએ જુનિયરનું રેગિંગ કર્યાનો આક્ષેપ...સિનિયર તબીબો જુનિયરને 11 કલાક કરાવતા હતા કામ...વિદ્યાર્થીના વાલીએ એન્ટી રેગિંગ કમિટીમાં કરી ફરિયાદ..
 

GTU માં નવીન શેઠનો કાર્યકાળ પૂરો, પંકજ પટેલને બનાવાયા ઈન્ચાર્જ કુલપતિ

અતુલ તિવારી/અમદાવાદ : જીટીયુના ઇન્ચાર્જ કુલપતિ તરીકે પંકજ પટેલની નિમણૂંક કરાઈ છે. પંકજ પટેલ GTU કેમ્પસમાં આવેલી સ્કૂલ ઓફ મેનેજમેન્ટના ડાયરેક્ટર છે. ગુજરાત સરકારે રાજ્યની વધુ એક યુનિવર્સિટી ઇન્ચાર્જ કુલપતિના હવાલે કરી છે. 

fallbacks

પૂર્વ કુલપતિ નવીન શેઠનો કાર્યકાળ પૂર્ણ થતા ઇન્ચાર્જ કુલપતિ નિમવાની ફરજ ઊભી થઈ હતી. ત્યારે કાયમી નિમણુક નાં થાય અથવા આગામી આદેશ સુધી પંકજ પટેલ GTU નાં ઇન્ચાર્જ કુલપતિ તરીકે પદભાર સંભાળશે. GTU નાં કુલપતિ નવીન શેઠનો કાર્યકાળ પૂર્ણ થયો હોવા છતાં કાયમી કુલપતિની નિમણુંક માટે સર્ચ કમિટીની સરકારે રચના હજી સુધી કરી નથી. કુલપતિનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં ત્રણ સભ્યોની રચવાની સર્ચ કમિટી રચવાની હોય છે. સરકારે સર્ચ કમિટી નાં રચતા આખરે ઇન્ચાર્જ કુલપતિની નિમણુંક કરાઈ છે. આમ, રાજ્યની એકમાત્ર ટેકનિકલ યુનિવર્સિટીનો કાર્યભાર પંકજ પટેલને સોંપાયો છે. 

આ પણ વાંચો : 

નવસારીમાં ગોઝારો અકસ્માત : કાર અને બસની ટક્કરમા 9 લોકોના મોત, 30 ઈજાગ્રસ્ત

વિચલિત થઈ જવાય તેવા દ્રશ્યો, ફોરચ્યુનર કાર અને બસના અકસ્માતથી નવસારી હાઈવે રક્તરંજિત બન્યો

શિક્ષણ ક્ષેત્રે કલંકિત ધટના 
વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં રેગિંગની ઘટના બની છે. ઓર્થોપેડિકના બીજા ત્રીજા વર્ષના 3 સિનિયર તબીબી વિધાર્થીઓએ જુનિયર વિધાર્થીનું રેગિંગ કર્યાનો આક્ષેપ ઉઠ્યો છે. વિધાર્થીના વાલીએ એન્ટી રેગિંગ કમિટીમાં આ અંગે ફરિયાદ કરી છે. સિનિયરોએ રેગિંગ કરતાં વિદ્યાર્થી આત્મહત્યાના વિચારે ચઢી ગયો હતો. સિનિયર તબીબો જુનિયરને 11 કલાક કામ કરાવી સિગારેટ જ્યુસ પણ તેના જ રૂપિયે પીતા હોવાનું વિદ્યાર્થીએ જણાવ્યું. વિદ્યાર્થીએ પોતાની ફરિયાદમાં ડો. ક્ષેમાંકર શાહ, ડો. ગૌરવ વાડોદરિયા અને ડો. હાર્દિક નાયક પર રેગિંગ કર્યાનો આરોપ મૂક્યો છે. વિદ્યાર્થીએ ઓર્થોપેડીક વિભાગના હેડ ડો. સર્વાંગ દેસાઈને રજૂઆત કરી છતાં કોઈ પગલાં કે કાર્યવાહી ન કરાઈ હતી. વિદ્યાર્થીને પહેરેલા કપડે જ બધાની સામે કુદરતી ક્રિયા કરવાનું કહી ક્ષોભજનક સ્થિતિમાં મૂક્યો હોવાનું તેણે ફરિયાદમાં જણાવ્યું. 

આ પણ વાંચો : 

Gujarat Weather : હવેના બે દિવસ સાચવજો, ગુજરાતમાં લાગશે કાશ્મીર જેવી ઠંડી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More