અમરેલીઃ અમરેલી(Amreli) જિલ્લામાં દિપડાનો(Panther) હાહાકાર યથાવત છે. શનિવારે(Saturday) સાંજે બગસરાના લુંધિયા ગામમાં(Lundhiya Villege) દિપડાએ એક મહિલા પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત, સારંભડા ગામમાં દિપડાએ એક બકરાનો(Goat) શિકાર કર્યો હતો. દિપડાની આ દહેશતના પગલે બગસરા તાલુકાના મામલતદાર અને સરપંચો વચ્ચે રવિવારે બેઠક મળી હતી અને આ સમસ્યાનું સમાધાન શોધવા માટે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ માનવભક્ષી દિપડાએ અત્યાર સુધીમાં 17 જેટલા ખેડૂત, ખેતમજુરો બોગ બન્યા છે અને અનેક પશુઓનાં મારણ કર્યા છે.
બગસરા તાલુકામાં ધારા-144
શનિવારે વન વિભાગોની ટીમને પણ સફળતા ન મળતાં અને બગસરામાં ઘરમાં ઘુસીને એક મહિલા પર દિપડાએ કરેલા હુમલાના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા બગસરા તાલુકામાં ધારા-144 લાગુ કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ સુર્યાસ્તથી 3 કલાક પહેલાં 5થી વધુ માણસોએ ભેગા ન થવું. તાલુકામાં તારીખ 8થી 15 ડિસેમ્બર સુધી ધારા-144 લાગુ રહેશે અને તેનો ભંગ કરનાર સામે પોલિસ ફરિયાદ નોંધવામાં આવશે.
બગસરાના લુંધિયામાં મહિલા પર હુમલો
શનિવારે બગસરાના લૂંધિયા ગામમાં દિપડાએ એક મહિલા પર હુમલો કરીને તેને ગંભીર રીતે ઘાયલ કરી હતી. દીપડો ખુલ્લા ઘરમાં ઘૂસી ગયો હતો અને ઘરમાં કામ કરી રહેલા દયાબેન ઉકાભાઇ માળવી(45 વર્ષ) પર અચાનક હુમલો કરી દીધો હતો. દિપડાના હુમલાથી ગભરાઈ ગયેલા દયાબેને બૂમાબૂમ કરતા ઘરના સભ્યો દોડી આવ્યા હતા અને તેમને દિપડાની ચુંગાલમાંથી છોડાવ્યા હતા.
દીપડાની દહેશતઃ માનવભક્ષી દીપડાને પકડવા માટે સરકારે બનાવ્યો મેગા એક્શન પ્લાન
જોકે, દિપડાએ ગળા અને આંખના ભાગે નહોર મારતા મહિલા ગીંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. દિપડાના આંટાફેરાના દૃશ્યો પણ ગામમાં લગાવેલા એક સીસીટીવીમાં કેદ થયા છે. અમરેલીના સારંભડા ગામમાં પણ શનિવારે એક બકરા પર હુમલો કર્યો હતો. જોકે, દિપડાને જોઈને માલધારીઓ તેની પાછળ દોડ્યા હતા. માલધારીઓને જોઈને દિપડો ફરાર થઈ ગયો હતો.
સરપંચોની બેઠક
દિપડાની દહેશત યથાવત હોવાના પગલે રવિવારે બગસરા તાલુકાના મામલતદાર અને સરપંચોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં, સૂર્યાસ્ત પહેલા ખેડૂતો અને મજૂરોએ ખેતરમાંથી ઘરે આવી જવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ઘરમાં પણ બારી-બારણા બંધ કરીને સુવાની સૂચના અપાઈ છે. સરપંચો દ્વારા ખેડૂતોને સવારના સમયે વીજ પાવર આપવામાં આવે તેવી માગ કરાઈ છે, જેથી તેઓ દિવસના સમયે ખેતરમાં પાણી પીવડાવી શકે.
ગુજરાતની બળાત્કારની ઘટનાઓ વિશે CM વિજય રૂપાણીએ તોડ્યું મૌન, ખોંખારો ખાઈને કહ્યું કે....
ધારાસભ્ય આવ્યા મેદાનમાં
શનિવારે સવારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ સરકારને ચિમકી આપતા કહ્યું હતું કે, તમે કાર્યવાહી નહી કરો તો હું ખુદ દીપડાને ભડાકે દઈશ. કોઈ આડું આવ્યું એને પણ છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ...’. ધારાસભ્યએ પોતાની રજૂઆતમાં કહ્યું કે, જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં દીપડાઓનો આતંક વધી ગયો છે. છેલ્લાં એક વર્ષમાં 4 જિલ્લામાં દિપડાના હુમલાના 66 બનાવો બન્યા છે. જેમાં 17 લોકોનાં મોત થયા છે.
જુઓ વીડિયો.....
વન વિભાગની ટીમના ધામા
આદમખોર દિપડાને(Panther) પકડી લેવા માટે અમરેલી (Amreli), જુનાગઢ(Junagadh) અને ગાંધીનગર(Gandhinagar) વનવિભાગના(Forest Department) કર્મચારીઓ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું છે. આદમખોર દિપડાને પકડી લેવા માટે બગસરા પંથકમાં 30 પાંજરા, સીસીટીવી કેમેરા(CCTV Camera) સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ધારીના 3 , વિસાવદરના 1 અને બગસરા ના 6 ગામોમાં વન વિભાગની ટિમ છે તૈનાત કરાઈ છે. સરકાર દ્વારા 3 CCF, 4 DFO, 150 વન કર્મી અને 10 શૂટરની ટીમ મેદાનમાં ઉતારાઈ છે.
પિંજરામાં બેસી પાણી પિવડાવા મજબુર ખેડૂતો
બગસરા તાલુકાના મુંજીયાસર ગામમાં પણ છેલ્લા 2 મહિનાથી દિપડાનો ત્રાસ વધી ગયો છે. આદમખોર દિપડાએ અત્યાર સુધી 2 લોકોને ભોગ બનાવ્યા છે. જેના કારણે મુંજીયાસર ગામના ખેડૂતો હવે પિંજરામાં બેસી ખેતરમાં પાણી પીવડાવે છે.
લો બોલો! રિવરફ્રન્ટની જમીનની વ્યૂહરચા અને વેચાણ માટે AMC વિદેશી કન્સલ્ટન્ટની સલાહ લેશે
10 મહિનામાં આદમખોર દિપડાના હુમલા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે