Home> Gujarat
Advertisement
Prev
Next

કોરોના સંક્રમણમાં અમે બાળકોને શાળામાં નહિ મોકલીએ, વાલીઓની સ્પષ્ટ વાત

કોરોના સંક્રમણમાં અમે બાળકોને શાળામાં નહિ મોકલીએ, વાલીઓની સ્પષ્ટ વાત
  • દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે. ત્યારે શાળાઓ ખુલવા મામલે ઝી 24 કલાકે વાલીઓ સાથે વાતચીત  કરી હતી

અતુલ તિવારી/અમદાવાદ :આખરે શાળાઓ (schools) ક્યારે ખૂલશે. ત્યારે ગુજરાત સરકાર (gujarat government) ના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે તેવું જણાવ્યું છે. કોરોનાની પરિસ્થિતિમાં સરકારે કહ્યું કે, દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેના આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે. ત્યારે શાળાઓ ખુલવા મામલે ઝી 24 કલાકે વાલીઓ સાથે વાતચીત  કરી હતી. 

fallbacks

આ પણ વાંચો : લગ્ને લગ્ને કુંવારો લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીને ગુજરાતમાં લવાયો, મહિલાઓને ગણતો પોતાની ‘સો કોલ્ડ વિક્ટીમ’

દિવાળી બાદ શાળા ખૂલશે એ વાત વહેતી થતા વાલીઓએ પોતાનો મત જણાવ્યો. જોકે, કોરોના સંક્રમણમાં બાળકને શાળામાં નહિ મોકલે તેવું સ્પષ્ટ વાલીઓએ કહી દીધું. વાલીઓએ કહ્યું કે, રાજ્યમાં દિવસના હાલ 1300થી વધુ કેસો આવે છે ત્યારે અમારા બાળકોનો જીવ મહત્વનો છે. માર્ચ-એપ્રિલમાં કેસો ઓછા હતા ત્યારે શાળાઓ બંધ કરાઈ હતી. હવે કેસો વધ્યા છે તો શાળાઓ ચાલુ થશે તો બાળકોને સંક્રમણ થવાનો ભય છે. અમારા બાળકોથી વધારે અમારા માટે કઈ નથી. બાળકોને કોરોનાનું સંક્રમણ નહિ થાય એની જવાબદારી કોઈ લે તો અમે વિચારી પણ શકીએ. 

આ પણ વાંચો : તાત્કાલિક કોરોના રિપોર્ટ આપી શંકાસ્પદને ટ્રેસ કરવાની રણનીતિ પર AMC એ કર્યું ફોકસ 

જોકે બીજી તરફ ઓનલાઈન શિક્ષણ વિશે પણ વાલીઓ ખૂલીને બોલ્યા હતા. તેમણે કહ્યું કે, હાલ ઓનલાઈન શિક્ષણ ચાલે છે, એનાથી ખર્ચ વધ્યો છે પણ બાળકો સુરક્ષિત છે, એનાથી વધારે સંતોષજનક કઈ ના હોઈ શકે. કેસો ઘટશે તો જ બાળકોને શાળામાં મોકલીશું, એટલે દિવાળી બાદ પરિસ્થિતિ શુ હશે એ જોઈને જ અમે નિર્ણય કરીશું. 

આ પણ વાંચો : વર્લ્ડ મેરિટાઇમ મેપ પર ગુજરાતનો દબદબો, ભાવનગરમાં બનશે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દો - વાલી મંડળ
વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે આ વિશે જણાવ્યું કે, જે રીતે ગુજરાતમાં કોરોના વધી રહ્યું છે તેને જોતા બાળકોને સ્કૂલે મોકલવા હિતાવહ નથી. 1 થી 8 ધોરણના બાળકોની ઈમ્યુનિટી નાજુક હોય છે. તેથી દિવાળી બાદ પણ સ્કૂલ ખોલવા અંગેના મતમાં વાલી મંડળ નથી. હાલ એક સત્ર પતી ગયું છે, અને બીજા સત્રમાં કેવી રીતે સ્કૂલ ચાલે છે તે જોવાનું રહ્યું. તેથી 1 થી 8 ધોરણના બાળકોને માસ પ્રમોશન આપી દેવું જોઈએ. આ સાથે જ 9 અને 11 ના ધોરણને પણ માસ પ્રમોશન આપી દેવું જોઈએ. માત્ર ધોરણ 10 અને 12મી જ પરીક્ષા લેવી જોઈએ. 

આ પણ વાંચો :  જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે સુરતના આ તબીબ, પોતાના હાઈલેવલ માસ્કથી બચાવ્યો હતો અન્ય દર્દીનો જીવ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More