Home> Gujarat
Advertisement
Prev
Next

મગફળી કાંડઃ હાપામાં પરેશ ધાનાણીના ધરણા, કહ્યું દોષિતોને સજા કરો

ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં મગફળી કૌભાંડનો જોરશોરથી ચાલી રહ્યો છે. તો કોંગ્રેસ પણ આ મુદ્દે આક્રમક વિરોધ કરી રહી છે. 
 

મગફળી કાંડઃ હાપામાં પરેશ ધાનાણીના ધરણા, કહ્યું દોષિતોને સજા કરો

જામનગરઃ રાજ્યમાં મગફળી કૌભાંડના મુદ્દે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી રાજ્યમાં અલગ અલગ સ્થળે ધરણા કાર્યક્રમ આપી રહ્યાં છે. ત્યારે આજે પરેશ ધાનાણીએ જામનગરના હાપા ખાતે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો.  મગફળીકાંડ મામલે કોંગ્રેસ રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જામનગરના સરકારી ગોડાઉનમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિરોધ પક્ષના નેતા, કોંગ્રેસના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધારાસભ્ય તેમજ પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું કે કૌભાંડમાં સંડોવાયેલ નાના માથાંની અટકાયત કરાઈ છે. પરંતુ મોટા માથા હજુ પણ પકડથી દૂર છે. ત્યારે ઝડપથી આ મામલે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. 

fallbacks

શાપર મગફળી આગ મામલે પરેશ ધાનાણી અને ફાયરમેન વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More