Home> Gujarat
Advertisement
Prev
Next

અંબાલાલ કરતા પણ ખતરનાક છે પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં શિયાળાને લઈને કરાયો ભયાનક વરતારો

Winter Forecast: અલ નીનો આ વખતે શિયાળા સુધી ચાલશે. ડિસેમ્બરથી માર્ચ 2024 દરમિયાન અલ નીનોની સંભાવના 95 ટકા જેટલી ઊંચી છે. આવી સ્થિતિમાં આ વખતે શિયાળાના દિવસો ઓછા રહી શકે છે. ઓછા ઠંડા પવનો પણ હોઈ શકે છે.

અંબાલાલ કરતા પણ ખતરનાક છે પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં શિયાળાને લઈને કરાયો ભયાનક વરતારો

Gujarat Winter Forecast: ગુજરાતમાં આ વખતે શિયાળાનું આગમન 20 થી 25 દિવસ જેટલું મોડું થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ આગાહી કરી છે. 10 ઓક્ટોબરથી ઉત્તર-પૂર્વના પવનો સેટ થવા લાગશે. આ પવનો જ ઠંડી લાવે છે. પરંતુ જે રીતે આ વર્ષે ચોમાસું મોડું બેઠું હતું, એ રીતે આ વખતે શિયાળો પણ મોડો બેસી શકે છે. સામાન્ય રીતે શિયાળો પહેલી નવેમ્બરથી શરૂ થાય છે પરંતુ આ વર્ષે 20 થી 25 નવેમ્બર વચ્ચે ઠંડીની શરૂઆત થઈ શકે છે. જો કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.

fallbacks

નરેશ પટેલનો યુવાઓને હુંકાર : સવા કરોડ જેટલી વસ્તી છે, જરૂર પડે ત્યારે ભેગુ થવું

અલ નીનો આ વખતે શિયાળા સુધી ચાલશે. ડિસેમ્બરથી માર્ચ 2024 દરમિયાન અલ નીનોની સંભાવના 95 ટકા જેટલી ઊંચી છે. આવી સ્થિતિમાં આ વખતે શિયાળાના દિવસો ઓછા રહી શકે છે. ઓછા ઠંડા પવનો પણ હોઈ શકે છે. ઠંડીમાં ઘટાડો થવાને કારણે ગરમીના દિવસોમાં પણ વધારો જોવા મળી શકે છે. ઉત્તર ભારતમાં અલનીનોની કંડીશનને કારણે બરફ વર્ષ છે એ 20 દિવસ મોડી શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. ત્યારે 1 લી નવેમ્બરની જગ્યાએ 20 અથવા 25 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. એકંદરે જોવા જઈએ તો 20 થી 25 દિવસ શિયાળો આ વર્ષે મોડો જોવા મળશે.

કેનેડામાં રોટલો-ઓટલો શોધવાનો ગુજરાતી વિદ્યાર્થીઓનો કડવો અનુભવ, શેરિંગ રૂમનો ખુલાસો

આ વખતે અલ નીનોની અસર ઓછી જોવા મળી છે. સામાન્ય રીતે અલ નીનોના કારણે વરસાદમાં 10 થી 25 ટકાનો ઘટાડો થાય છે અને દુષ્કાળ પડે છે. જોકે, કોઈ ગંભીર સ્થિતિ સર્જાઈ ન હતી. તેની પાછળ ત્રણ મોસમી ઘટનાઓ છે. તેમણે કહ્યું કે આ વખતે હિંદ મહાસાગરના દ્વિધ્રુવ, લો પ્રેશર સિસ્ટમ અને મેડન જુલિયન ઓસિલેશનને કારણે વરસાદમાં બહુ ઘટાડો થયો નથી. નવી દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. જે લોકો સવારે ઉઠીને ફરવા જાય છે તેમના માટે ગરમ કપડા જરૂરી બની ગયા છે. રાત્રી દરમિયાન પંખાની સ્પીડ ઓછી કરવી પડે છે. પરંતુ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ તતો હોય છે. 

સમૃદ્ધ ગુજરાતમાં પગારના ફાંફા, ગુજરાતીઓને મળતો માસિક પગાર દેશના 18 રાજ્યો કરતા ઓછો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી થોડી ગરમી રહેશે. પરંતુ સાંજ અને સવારના સમયે વાતાવરણ ખુશનુમા રહેશે. દિલ્હીમાં આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં દિલ્હી-NCRમાં ઠંડા પવનો ફૂંકાશે. જો કે બપોરના સમયે લોકોને ચોક્કસ ગરમીનો અહેસાસ થશે.

પાટીદારોનો પાવર : ગુજરાતમાંથી 125 કાર રેલી સિદસર ઉમિયાધામ પહોંચી, નવો રેકોર્ડ બન્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More