Patidar Anamat Andolan Meeting : દસ વર્ષે ગાંધીનગર ખાતે પાટીદાર આંદોલન સમિતિના નેતાઓ ભેગા થયા હતા, જેમાં હવે ભાજપના ધારાસભ્ય થઈ ગયેલા હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા અને આંદોલનની સફળતાના ગુનગાનની પોસ્ટ મૂકતા ભડકો થયો હતો. આવામાં પાસ નેતા વરુણ પટેલે હાર્દિક પટેલની ઝાટકણી કાઢી હતી.
પાટીદાર અનામત આંદોલનના નેતાઓ વર્ષો બાદ એકઠા થયા હતા. પાટીદાર સમાજના પ્રશ્નો મુદ્દે આગેવાનો એકઠા થયા હતા. જોકે, આ આખી બેઠકમાં એક સમયના આંદોલનકારી નેતા હાર્દિક પટેલની ગેરહાજરી સૂચક રહી હતી. આવામાં ચાલુ બેઠક વચ્ચે હાર્દિક પટેલે આંદોલનને લગતી પોસ્ટ કરી હતી, અને તેની સફળતા વર્ણવી હતી. ત્યારે પાટીદાર યુવા નેતાઓ હાર્દિક પટેલ પર ભડક્યા હતા. પાટીદાર નેતા વરુણ પટેલે હાર્દિક પટેલ પર ભડાસ કાઢી હતી.
જુલાઈમાં અડધુ ગુજરાત જળબંબાકાર થશે, અંબાલાલનો મોટો ધડાકો
હાર્દિક પટેલની પોસ્ટ
આજે હું ધારાસભ્ય બન્યો અને વિરમગામ વિધાનસભામાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સમૃદ્ધ ખેતી, વિકાસ અને ભ્રષ્ટાચારને ખતમ કરવા કામ કરી રહ્યો છું અને આ કાર્યમાં સફળ થઈશ. મેં મારા જીવનનો મહત્વપૂર્ણ સમય સંઘર્ષ અને આંદોલનમાં આપ્યો હતો ત્યારે મારી ઉંમર માત્ર ૨૦ વર્ષ હતી, એ સંઘર્ષ કે આંદોલનમાં શું થશે એની કોઈ અપેક્ષા મને કે ગુજરાતના લોકોને પણ નહતી. એક વર્ષ જેલમાં રહ્યો અનેક કેસોનો સામનો કર્યો પરંતુ લોકોના આશીર્વાદ અને વિશ્વાસથી આંદોલન સફળ રહ્યું અને લાખો લોકોને શિક્ષણ-નોકરીમાં લાભમળ્યો. હું માનું છું કે આંદોલનની એ સફળતા સૌની સમજમાં ના આવે પરંતુ જે ખેડૂત કે ગરીબના દીકરાને શિક્ષણ અને નોકરીમાં લાભ મળે છે તે જ અમને જાણી શકે છે.
વરુણ પટેલનો હાર્દિક પટેલ પર આક્ષેપ
આ મારા કે પકાલાલનાં દિકરાનાં લગ્ન નહોતા. કે અમે કંકોત્રી છપાવીને ધરે ધરે નોતરા આપવા જઇએ. સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જે લોકોને સમાજ કે સમાજનાં આંદોલન પ્રત્યે લાગણી હતી તે લોકો આવ્યા છે. દરેક લગ્નમાં એકાદ ફઇ ફુવા હોય તે રિહાઇને જ બેઠા હોય અને અમારો તો દસ્તુર છે કે એકાદ બે આવે જ નહી. હાર્દિક પટેલ ચૂંટાયેલા ધારાસભ્ય છે. તેમને મજા આવે તે પોસ્ટ મુકે, મજા આવે ત્યાં જાય અને મજા આવે ત્યાં આવે. તેમનો જવાબ હું શું કરવા આપું. એ આપશે તે નવરા જ છે આમેય તે જવાબ લઇ લો. એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે કે ન આવ્યા, આ સમાજનું કામ છે ઓપન ઇન્વિટેશન હતું. જેને ઇચ્છા હતી લાગણી હતી તે આવ્યા અને ઇચ્છા ને લાગણી નહોતા તે ન આવ્યા. ઘણાય નથી આવ્યા સમાજ એક અવિરત પ્રવાહ છે આવું તો ચાલતું રહેવાનું વરૂણ અને પકાલાલ બદલાતા રહેશે સમાજ એમનેમ ચાલ્યા જ કરશે. અમે કોઇ વ્યક્તિને વ્યક્તિગત્ત આમંત્રણ આપ્યું નથી. અમે સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જ જાહેરાત કરી હતી. પાટીદાર આંદોલનનાં જેટલા મુખ્ય ચહેરા હતા અને સમાજમાં હજું પણ રસ છે તે આવે કોઇ રાજકીય પાર્ટી કે રાજકીય પદનો બાદ નથી. જેમને આવવું હતું તે આવ્યા નતું આવવું તે ન આવ્યા. ન આવનારનાં જવાબ ન આવનાર જ આપી શકે.
બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ
પાટીદારોની બેઠકમાં પાટીદારોને લગતી અનેક સમસ્યાઓ અંગે ચર્ચા કરાઈ હતી. જેમાં માતાપિતાની સહમતી વગર થતા લગ્ન પર ભાર મૂકવામાં આવ્યો હતો. વરુણ પટેલે બેઠક વિશે કહ્યું કે, આઠથી દસ મુદ્દા પર ચર્ચા થઇ હતી. પાસ અને એસપીજી બંને સાથે મળીને આ ચિંતન શિબિર થઈ. જે રજૂઆતના પ્લેટફોર્મ છે સમાજનો અવાજ જેને સંભળાવો તેના કાન સુધી પહોંચે તે માટે પ્રયત્ન કરાશે. પાટીદાર સમાજ અને દરેક સમાજનો પ્રશ્ન છે. તે લગ્નની વાત નહીં પણ ભાગેડું લગ્નની ચિંતા કરવામાં આવી. માતા અથવા પિતાની સહમતીથી જ લગ્ન થાય તેવી સરકાર સમક્ષ માંગણી કરાશે. ઉત્તર પ્રદેશની સરકારે કર્યું છે એ રીતે બીજા સરકાર પણ કામ કરે. તમામ યુવાનો ચિંતાનો વિષય છે ઓનલાઇન ગેમની ઓનલાઈન સટ્ટો આ ચિંતાનો વિષય છે. વ્યાજખોરો વ્યાજે પૈસા આપે અને પછી મિલકતો બચાવો. આ મોટું ષડયંત્ર છે. આ બાબતો ઉપર સંપૂર્ણ પ્રતિબંધ સરકાર મુકે એવી માંગણી છે.
સાથે જ બેઠકમાં ગોંડલનો મુદ્દો પણ ઉછળ્યો હતો. રાજકોટના ગોંડલમાં સરકારે જે પગલાં લેવા હોય લે તેને આ પ્રકારનું ભયવાળું વાતાવરણ ન ચાલે. ભયમુક્ત ગોંડલનું સર્જન સરકારે કરવું જોઈએ.
દીકરીના ફોટોશૂટ માટે ગયેલી પરિણીતા લંપટ રિસેપ્શનિસ્ટની જાળમાં ફસાઈ, ન થવાનું થઈ ગયું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે