Home> Gujarat
Advertisement
Prev
Next

રી-સર્વેમાં થયેલા ગોટાળા અંગે હાર્દિક પટેલે રાજ્યપાલને લખ્યો પત્ર

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે રાજ્યપાલ લખેલા તપાસ પંચ નિમવાની માંગ કરી છે. 
 

 રી-સર્વેમાં થયેલા ગોટાળા અંગે હાર્દિક પટેલે રાજ્યપાલને લખ્યો પત્ર

ગૌરવ પટેલ/અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન થકી નેતા તરીકે ઉભરેલા હાર્દીક પટેલે પાટીદાર સમાજ સિવાય રાજ્યના અન્ય સમાજ અને પ્રશ્નોને લઇને અવાજ ઉઠાવવાનુ શરૂ કર્યુ છે. થોડા સમય અગાઉ રાઇટ ટુ એજ્યુકેશન માટે વાલીઓના પડખે રહી શિક્ષણાધિકારી અને શાળા સંચાલકો સામે બાથ ભીડી હતી. હવે ખેડૂતોની વ્હારે આવી જમીનના સેટેલાઇટ મેપિંગ અને રી-સર્વેમાં થયેલા ગોટાળાને લઇને રાજ્યપાલને પત્ર લખ્યો છે.  

fallbacks

fallbacks
હાર્દિકે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ગુજરાત સરકાર રી-સર્વે અને સંપાદનના નામે ખેડૂતોના હક્કો છીનવી રહી છે. હાર્દીકે માંગ કરી છે કે રી સર્વેની સંપૂર્ણ તપાસ કરી સરકાર શ્વેતપત્ર બહાર પાડે. જજ દ્વારા તપાસ કરી ખેડૂતોને તેમની જમીન પાછી આપનામાં આવે. 10 પાનાથી વધુ લાંબા પત્રમાં જમીનની વાસ્તવીક સ્થિતિ અને રી-સર્વે બાદ ઉભી થનાર સ્થિતિ અંગે રજુઆત કરવામાં આવી છે. પાસ કન્વીનરે પોતાના લેટરમાં કહ્યું કેસ  સેટેલાઇટ મેપિંગના લીધે જ્યાં નદી  છે ત્યાં રસ્તો અને રસ્તો છે ત્યાં નદીની સ્થિતિ બની છે. નવા સર્વેને લઇને સવા કરોડ ખેતર બરબાદ થયા છે અને 262 કરોડો ભ્રષ્ટાચાર થયો છે. આ ઘટનાથી ભુમાફીયાઓને ફાયદો થયો છે અને ગૌચરોની જમીન ગુમ થઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More