Home> Gujarat
Advertisement
Prev
Next

શું તમારા પુત્રને ગણિતથી ડર લાગે છે, તો અજમાવો આ વિદ્યાર્થીની પદ્ધતિ

ઇન્ટરનેશનલ લેવલ પર પ્રથમ નંબર મેળવી આ બાળકે પાટણ સહિત દેશનું નામ દુનિયામાં રોશન કર્યું છે. તો બીજા વિદ્યાર્થીઓ માટે આ બાળક એક પ્રેરણા સ્ત્રોત બન્યો છે.

શું તમારા પુત્રને ગણિતથી ડર લાગે છે, તો અજમાવો આ વિદ્યાર્થીની પદ્ધતિ

પરિમલ ત્રિવેદી, પાટણ: પાટણમાં 14 વર્ષના બાળકે ગણિત વિષયનો હાઉ દૂર કરવા નવી પદ્ધતિનો ઉપયોગ કર્યો અને આંતર રાષ્ટ્રીય ગણિત ટેસ્ટ સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. ઇન્ટરનેશનલ લેવલ પર પ્રથમ નંબર મેળવી આ બાળકે પાટણ સહિત દેશનું નામ દુનિયામાં રોશન કર્યું છે. તો બીજા વિદ્યાર્થીઓ માટે આ બાળક એક પ્રેરણા સ્ત્રોત બન્યો છે. આ બાળકે ગણિત વિષયનો હાઉ કેવી રીતે દૂર કર્યો તે જાણીએ...

fallbacks

fallbacks

વધુમાં વાંચો: Digital India!!! પ્રિ-પ્લાનિંગ કરીને જન્મના માત્ર 2 કલાકમાં પિતાને મળ્યું દીકરીનું પાસપોર્ટ-આધારકાર્ડ

સામાન્ય રીતે ગણિત વિષય વિદ્યાર્થીઓ માટે ખુબજ અઘરો વિષય બની રહેતો હોવાથી તેઓ દૂર ભાગતા હોય છે. પરંતુ આ હાઉ દૂર કરવા પાટણમાં રહેતા 14 વર્ષના આયુષ શ્રીમાળીએ વૈદિક ગણિતની પદ્ધતિ અપનાવી છે. વૈદિક ગણિતની પદ્ધતિ ગણિતના વિષયને સહેલો બનાવી દીધો છે અને સરવાળા અને બાદ બાકીના જવાબો મોઢે આપી આશ્ચર્ય ઉભું કર્યું હતું. તો તેની સાથે મલેશિયાના પાટનગર ખાતે તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્પર્ધા યોજાઇ હતી.

fallbacks

વધુમાં વાંચો: વાઈબ્રન્ટ સમિટમાં મહેમાનોને પિરસાશે ‘ખાસ’ પ્રકારની પાણીપુરી

જેમાં આયુષે પ્રથમ નંબર પ્રાપ્ત કરી પાટણ સહિત દેશનું નામ રોશન કર્યું છે. આ બાળક અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે. અભ્યાસમાં આયુષના પરિવારના સભ્યોએ પણ સારુ એવું પ્રોત્સાહન પૂરૂં પાડ્યું છે. આયુષની માતાએ પણ ઘરના કામમાંથી સમય કાઢી તેઓના દિકરાને મદદ રૂપ બનાત આજે તે સફળતા તરફ આગળ વધી ગણિત વિષયનો હાઉ દૂર કરી શક્યો છે.

fallbacks

વધુમાં વાંચો: ઘરમાં કામવાળી હોય તો તમે પણ રહેજો સાવધાન, જો જો તમારી સાથે આવું ન થાય

બાળકને જે વિષયમાં રસ હોય તેમાં પરિવારે પ્રોત્સાહન આપવું જોઇએ. આયુષની સફળતાને લઇ તેના માતા-પિતા તેમજ પરિવારના સભ્યો પણ ગર્વ અનુભવી રહ્યાં છે. આયુષ મલેશિયાથી આજે પરત ધરે ફરતા પરિવારજનોએ તેને શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે, બાળકને જેમાં રૂચિ હોય તે તરફ પ્રોત્સાહન આપવામાં આવે તો તે ચોક્કસ સફળ થાય છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More