Patan News પ્રેમલ ત્રિવેદી/પાટણ : આજકાલ દીકરીઓ માતાપિતાનું નામ રોશન કરી રહી છે. ત્યારે પાટણના હાજીપુર ગામની સગી ચાર બહેનોએ એક સાથે પોલીસ વિભાગમાં નિમણૂક પામી અથાગ મહેનત અને પુરુષાર્થ બાદ છેવટે સિદ્ધિ હાંસિલ કરી છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ ભરતીની પ્રકિયા ચાલી રહી છે. બહેનોને પ્રેરણાદાયક કિસ્સો પાટણ તાલુકાના હાજીપુર ગામના સામાન્ય પરિવારની ચાર સગી બહેનો એક સાથે પોલીસ વિભાગમાં નિમણૂંકને લઈ સમાજને ઉદાહરણ પૂરું પાડે છે.
પાટણ તાલુકાનું હાજીપુર ગામ રમત ગમત ક્ષેત્રે તેમજ પોલીસ ભરતીમાં છેલ્લા ઘણા સમયથી અગ્રેસર રહ્યું છે. રમત ગમતની સ્પર્ધામાં નીમા ઠાકોરે ગુજરાતનું નામ રોશન કર્યું છે. ત્યારે હવે આ જ ગામની સગી ચાર બહેનો પોલીસ ભરતીમાં પસંદગી પામી છે. જેને લઈ ગામનું ગૌરવ વધ્યું છે. ગામમાં રહેતા ઈશ્વરભાઈ મગનભાઈ ચૌહાણ પ્લમ્બર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પ્લમ્બર હોવા છતાં તેમણે પોતાની ચારેય દીકરીઓને પેટે પાટા બાંધીને ભણાવી હતી.
અંબાલાલ પટેલની તારીખ સાથે આગાહી, 7 માર્ચ બાદ ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટું થશે
સંતાન ચાર દીકરીઓ જાગૃતિ, હિના, હેતલ અને પ્રિયંકાને તેમણે જે શિક્ષણ અપાવ્યું, તેનાથી દીકરીઓએ પરિવારનું નામ રોશન કર્યું છે. ચૌહાણ પરિવારની ચારેય દીકરીઓ સ્પોર્ટસમાં આગળ હતી. જેનો લાભ લઈ વર્ષ 2023 ની પોલીસ ભરતીમાં આ ચાર સગી બહેનોએ પોતાના ફોર્મ ભર્યા હતા, અને ચારેય બહેનો બિનહથિયારી પોલીસમાં પસંદગી પામી છે.
હેતલ સારી ખેલાડી છે. તેણે એથલેટિક્સમાં 40 થી વધુ મેડલ મેળવ્યા છે. હેતલની સાથે એની બીજી ત્રણ બહેનોએ તેમના ગામના કોચ રમેશભાઈ દેસાઈ સાથે દોડની પ્રેક્ટિસ મેળવી હતી. રમેશભાઈ આ દીકરીઓને દોડની પ્રેક્ટિસ સાથે સાથે સ્પર્ધાત્મક વર્ગોની લેખિત તૈયારી પણ કરાવતા હતા.
આજે ચારેય દીકરીઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં નિમણુંક લઈને ફરજ બજાવી રહી છે. એક જ પરિવારની ચાર સગી બહેનોએ માતા-પિતાના સંઘર્ષને નજર સમક્ષ રાખી ખુબ મહેનત કરી સફળતા મેળવી છે. સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેવું તેમના કોચ રમેશભાઈ દેસાઈએ જણાવ્યું.
જન્મ-મરણનો દાખલો કઢાવવો મોંઘો પડશે, સરકારે ફીમાં 10 ગણો વધારો કર્યો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે