Home> Gujarat
Advertisement
Prev
Next

કામલીલા કરતા પકડાયેલા પાટણના ડો. મહેન્દ્ર મોદીનો ખુલાસો, 2400 મહિલાઓનો ગર્ભપાત કરાવ્યો હતો

પાટણના લંપટ ડોક્ટર પિતા-પુત્રની કામલીલાનો વીડિયો વાઈરલ થયા બાદ હોબાળો મચ્યો હતો. ત્યારે સમીમાં મહિલાઓ પર બળાત્કાર કરવાના આરોપમાં પકડાયેલા મહેન્દ્ર મોદી મામલે મોટો ખુલાસો થયો છે. મહેન્દ્ર મોદીએ 2400થી વધુ મહિલાઓના ગર્ભપાત કરાવ્યા હોવાનો ખુલાસો થયો છે. 

કામલીલા કરતા પકડાયેલા પાટણના ડો. મહેન્દ્ર મોદીનો ખુલાસો, 2400 મહિલાઓનો ગર્ભપાત કરાવ્યો હતો

અમદાવાદ :પાટણના લંપટ ડોક્ટર પિતા-પુત્રની કામલીલાનો વીડિયો વાઈરલ થયા બાદ હોબાળો મચ્યો હતો. ત્યારે સમીમાં મહિલાઓ પર બળાત્કાર કરવાના આરોપમાં પકડાયેલા મહેન્દ્ર મોદી મામલે મોટો ખુલાસો થયો છે. મહેન્દ્ર મોદીએ 2400થી વધુ મહિલાઓના ગર્ભપાત કરાવ્યા હોવાનો ખુલાસો થયો છે. 

fallbacks

હાઈવેની અજાણી હોટલ પર રાત્રે રોકાતા હોય તો ચેતી જજો, તમારી સાથે પણ બની શકે છે આવું

fallbacks

બે દિવસ પહેલા પાટણના ડોક્ટર પિતા-પુત્ર પોતાની ક્લિનિકમાં આવતી મહિલાઓને કેવી રીતે વાસનાનો ભોગ બનાવે છે, તેનો વીડિયો વાઈરલ થયો હતો. મહેન્દ્ર મોદી અને કિસાન મોદીનો મહિલા સાથે કામલીલા કરતો વીડિયો વાઈરલ થયો હતો. ત્યારે આ ઘટનાના પગલે પાટણમાં રોષ ફાટી નીકળ્યો હતો, તેમજ બજારો બંધ કરીને વિરોધ દર્શાવ્યો હતો. લોકોએ લંપટ પિતાપુત્રને મારી મારી પુત્રનું મુંડન કરાવ્યું હતું. જેના બાદ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.

પોલીસે તબીબના દવાખાનાની તપાસ હાથ ધરી હતી. તપાસમાં મોટા પ્રમાણમાં શસ્ત્રક્રિયાના સાધનો મળી આવ્યા હતા. તેમજ આર્યુવેદિક ડિગ્રી ધરાવતો તબીબ એલોપેથી પ્રેક્ટિસ કરતો હોવાનો પુરાવો મળી આવ્યો હતો. સમી વિસ્તારમાં મહેન્દ્ર મોદી છેલ્લાં 40 વર્ષોથી ગર્ભપાત કરાવતો હતો. પોલીસ રિમાન્ડમાં ખુદ મહેન્દ્ર મોદીએ આ વાતને કબૂલી છે કે, તેણે 2400 મહિલાઓનો ગર્ભપાત કરાવ્યો હતો. મોટી વાત તો એ હતી કે, આરોગ્ય વિભાગના નાક નીચે તે બિન્દાસ્ત તબીબી સેવા ચાલવતો હતો. ત્યારે આ ઘટનામાં આરોગ્ય વિભાગ પણ શંકાના દાયરામાં આવી ગયું છે. 

પોલીસ તપાસમાં લાગી છે કે, મહેન્દ્ર મોદીએ કેટલી મહિલાઓને પોતાનો શિકાર બનાવી હતી. તો બીજી તરફ, અન્ય કેટલા વીડિયો વાઈરલ થયા છે તેની પણ તપાસ ચાલી રહી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More