પ્રેમલ ત્રિવેદી/પાટણ: હારીજના દુધારામપુરા ગામે પ્રેમ પ્રકરણ મામલે ખૂની ખેલ ખેલાયો છે. દુધારામપુરા ગામે મજૂરી કરી પેટ્યું રળતા પરિવારમાં પત્નીના ગામમાં રહેતા એક યુવક સાથે આખો લડી જતા પ્રેમ સબંધ બંધાયો અને ત્યાર બાદ કાંટા રૂપી પતિનું કાંસળ કાઢવા માટે તેની જ પત્નીએ પ્રેમી સાથે મળી કાવતરું ઘડ્યું હતું અને ત્યારબાદ ખૂની ખેલ ખેલાયો હતો. ઘટનાને અંજામ આપી બન્ને પ્રેમી પંખીડા ફરાર થયાં હતા. ઘટનાની હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પડી વધુ તપાસ હાથ ધરી છૅ.
આગામી 48 કલાક ખુબ જ ભારે! 9 જિલ્લામાં એલર્ટ, વલસાડમાં મેઘો મુશળધાર, 21 રસ્તાઓ બંધ
હારીજના દુધારામપુરા ગામે રહેતા મોહન પરમાર મજૂરી કરી પેટીયું રળી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પણ છેલ્લા દોઢ વર્ષથી તેની પત્ની ભગીની આંખો ગામમાં રહેતા અરવિદજી ઠાકોર સાથે મળી જતા પ્રેમ સબંધ બંધાયો હતો. તેવો અવર નવાર એકાંતમાં મળતા હતા. પરંતુ પત્ની ભગીને કાંટા રૂપી પતિ મોહન નડતો હોઈ તેને દૂર કરવા તેના પ્રેમી સાથે મળી કાવતરું રચ્યું. જેમાં ગત રાત્રીના સમયે ભગીએ તેના પતિને કહેલ કે બાજુના ગામમાં મજૂરીના રૂપિયા લેવા જવાનુ કહી વાસા રોડા ગામની કેનાલ નજીક તેના પતિ મોહનને લઇ ગઈ.
અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મેઘો અનરાધાર; જાણો ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
ત્યાર બાદ કવત્રા મુજબ ભગીનો પ્રેમી અગાઉથી જ ત્યાં ગાડી લઇ આવી પહોંચ્યો હતો અને ભગી અને તેનો પ્રેમી અરવિદ દ્વારા મોહન પરમારને ધોકાથી માથાના ભાગે માર મારી ઢીમ ઢાળી દીધું. ઇકો ગાડી લઇ ત્યાંથી ફરાર થઇ ગયેલ બાદમાં આજે સવારે આ બાબતની જાણ ગ્રામજનોને થતા ઘટના સ્થળે લોકો ના ટોળાં થઇ ગયા અને લાશ ની ઓળખ થતા મોહન પરમાર ના પુત્ર ને જાણ થતા તેવો પણ ઘટના સ્થળે પહોંચી આ ખૂની ખેલ જોઈ હારીજ પોલીસને જાણ કરી હતી.
શાબાશ સુરત પોલીસ! દોઢ વર્ષની બાળકી ગુમ થતાં પોલીસે 300 CCTV કેમેરા ચેક કર્યા, આ રીતે
પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી મૃતકના પુત્રની ફરિયાદ લઇ ગણતરીના કલાકોમાં ખૂની ખેલ ખેલનાર પ્રેમી પંખીડા ભગી પરમાર અને અરવિંદ ઠાકોરને પોલીસે ઝડપી પડી વધુ તપાસ હાથ ધરી છૅ.
ઔદ્યોગિક એકમોના પાપે તમારા ઘરે આવતું અનાજ બની રહ્યું છે ઝેર; ડાંગરને લઈ મોટો ખુલાસો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે