Home> Gujarat
Advertisement
Prev
Next

PM રિપોર્ટમાં અંતે ખુલાસો! પાટણમાં યુવતીનું શરીર પાઇપમાં વારંવાર અથડાવાથી માંસના લોચા નીકળી ગયા!

પાટણના સિદ્ધપુરમાં પાણીની પાઈપ લાઈનમાંથી મળેલા માનવ અવશેષો યુવતીના હોવાનો પીએમ રિપોર્ટમાં થયો ખુલાસો,,, ગાયબ થયેલી યુવતીના જ અવશેષો છે કે કેમ તે માટે DNA રિપોર્ટની જોવાઈ રહી છે રાહ

PM રિપોર્ટમાં અંતે ખુલાસો! પાટણમાં યુવતીનું શરીર પાઇપમાં વારંવાર અથડાવાથી માંસના લોચા નીકળી ગયા!

પ્રેમલ ત્રિવેદી/પાટણ: સિદ્ધપુર શહેરમાં પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળ્યા બાદ પોલીસ તપાસનો દોર ધમ ધમતો થવા પામ્યો છે તો આ માનવ અવશેષો કોના છે તેની તપાસ માટે એફેસેલ અને DNAની મદદ લેવામાં આવી છે ત્યારે આજે પાટણ એસપી દ્વારા પ્રેસ યોજી ઘટના અંગે કેટલીક સ્પષ્ટતા કરી હતી. જેમાં આ માનવ અવશેષો યુવતીના હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે.

fallbacks

આગામી 5 દિવસ છે ખુબ જ ભારે! જાણો હવામાન વિભાગે ચોમાસા અંગે શું કરી મોટી આગાહી! 

સાથે આ ઘટનામાં કોઈ હત્યા થઇ હોય તેવા પુરાવા પણ મળ્યા નથી, બાકી હવે DNA રિપોર્ટ બાદ જ ઘટનાનું સત્ય બહાર આવશે. પણ જે માનવ આવશેષો મળ્યા તેની સાથે કેટલાંક પુરાવા મળ્યા છે જે સિદ્ધપુરમાંથી ગુમ થનાર યુવતીના પરિવારજનોએ પુરાવાનો સ્વીકાર પણ કર્યો છે. ત્યારે આ અવશેષો ગુમ થનાર યુવતીના છે તે તરફ શંકા ઉપજાવે તેમ છે. 

મહાઠગ કિરણ પટેલની મુશ્કેલીમાં વધારો! અંદરના રાઝ ખોલવા 12 સ્થળોએ EDનું સર્ચ ઓપરેશન

સિદ્ધપુર શહેરમાં વોર્ડ નંબર-5 માં પાણી પૂરતા પ્રમાણમાં આવતું ન હોવાની બુમ રાડ ઉઠતા તે અંગેની રજુઆત પાલિકામાં કરવામાં આવી હતી. ત્યારે તે સમયગાળા દરમ્યાન જ શહેરમાંથી એક યુવતી ગુમ થયાંની ઘટના સામે આવી. જે અંગે પોલીસ મથકે ગુમ સુદાની જાણવા જોગ નોંધવા પામી હતી. તો બીજી તરફ પાણીની સમસ્યાને લઇ પાલિકા તંત્ર હરકતમાં આવી વાર્ડ નંબર 5માં ખોદ કામ શરુ કરતા માનવ અવશેષો મળતા ભારે હડકમ અને હોબાળો મચી જવા પામ્યો હતો. 

રાજકોટમાં CBIના દરોડા: વધુ એક ઉચ્ચ અધિકારી સાણસામાં, 11 લાખની માગી હતી લાંચ

સિદ્ધપુર શહેરમાં પણ અંજપ્પા ભરી સ્થિતિ થવા પામી હતી તો પાણીની પાઇપ લાઈનની વધુ તપાસ કરતા એક બાદ એક માનવ અવશેષો બહાર આવવા લાગ્યા અને તેની સાથે બંગડી અને દુપટ્ટો પણ મળવા પામ્યો હતો. આ તપાસ પાટણ lcbને સોંપવામાં આવતા તપાસ નો દોર શરુ થયો અને વોર્ડ નંબર 5 માં જે ટાંકીમાંથી પાણી આવે છે તેની તપાસ શરુ કરી અને તે માર્ગ પરના સીસીટીવી તપાસ કરતા એક યુવતી મોઢે દુપટ્ટો બાંધી પાણીની ટાંકી તરફ જતા નજરે પડી જેના આધારે પાણીની ટાંકી તરફ તપાસ કરતા દુપટ્ટાનો ટુકડો મળી આવ્યો. જે પુરાવા શહેરમાંથી ગુમ થયેલ યુવતીના પરિવારજનોએ બતાવતા તે ગુમ યુવતીનો હોવાનો સ્વીકાર કર્યો હતો. આ અંગે વધુ તપાસ માટે પોલીસે માનવ અવશેષો એફેસેલ અને DNAની તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ આ ઘટના પરથી પડદો ઉઠવા પામશે.

સુપ્રીમના આદેશ બાદ પણ કેજરીવાલના હાથમાંથી છીનવી લીધો પાવર, કોર્ટમાં વેકેશન

આજે પાટણ એસપી દ્વારા આ ઘટનાને લઇ એક પ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસપીએ જણાવ્યું હતું કે, પોલીસે માનવ અવશેષો અંગે પીએમ રિપોર્ટ આવ્યો છે. જેમાં આ માનવ અવશેષો યુવતીના હોવાનું જાણવા મળ્યું છે. તો સાથે આ કોઈ અવશેષો પર કોઈ ઇજાના નિશાન નથી માટે હત્યા થઇ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તો જે માનવ અવશેષોના ટુકડા થયાં છે જે પાણીની ટાંકીમાંથી પાઇપ લાઈનમાં અથડાવવાના કારણે થયાં હોય તેવું પીએમ રિપોર્ટમાં જણાવ્યું છે. આ માનવ અવશેષો ડીકમ્પોઝ થયેલ હોઈ ઓળખવી પણ મુશ્કેલ છે. 

DC vs CSK: દિલ્હી કેપિટલ્સને 77 રને હરાવી ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઓફમાં એન્ટ્રી

બીજી તરફ પાણીની ટાંકી તરફ એક યુવતી મોઢે દુપટ્ટો બાંધી જતા સીસીટીવીમાં નજરે પડે છે અને જે માનવ અવશેષો મળ્યા તેમાં દુપટ્ટાનો ટુકડો મળેલ છે. જે પોલીસને હાથ લગતા ગુમ થયેલ યુવતીના પરિવારને બતાવતા પરિવારે તેનો સ્વીકાર કરેલ છે. પણ હવે DNA અને એફેસેલ રિપોર્ટ બાદ જ સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાશે અને હજુ 72 કલાક બાદ આ રિપોર્ટ આવે તેના બાદ જ ઘટના સ્પષ્ટ થશે. પણ જે પ્રમાણે અવશેષો પાસેથી દુપટ્ટાનો ટુકડો મળ્યો અને ગુમ થનાર યુવતી જે દુપટ્ટો મોઢા પર બાંધી જઈ રહી હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું, ત્યારે ગુમ થનાર યુવતીના પરિવાર જનોને દુપટ્ટાનો ટુકડો બતાવતા તે ગુમ યુવતીનો હોવાનું સ્વીકાર કર્યો. જેને લઇ આ માનવ અવશેષો યુવતીના હોવાનો ઈશારો કરી રહી છે, પણ હવે DNA રિપોર્ટ આવ્યા બાદ જ ઘટના સ્પષ્ટ થશે.

Army Agniveer Result 2023: અગ્નિવીર ભરતીનું રિઝલ્ટ થયું જાહેર, અહીં કરો ચેક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More