Gandhinagar News: ગુજરાતમાં બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ તથા આયોગમાં ચેરમેન અને પદાધિકારીઓની નિમણૂકમાં થઈ રહેલા વિલંબથી સમાજના વિવિધ વર્ગોમાં રોષ ફેલાઈ રહ્યો છે. ખાસ કરીને પાટીદાર સમાજે આ મુદ્દે સરકારને 25 ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.
બિન અનામત આયોગમાં નિમણૂક ક્યારે?
બિન અનામત નિગમમાં ચેરમેનની ગેરહાજરીથી હાલ 3200થી વધુ અરજીઓ પેન્ડિંગ પડી છે. આના કારણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન, ભોજન બિલ સહાય, અને કોચિંગ સહાય જેવી યોજનાઓનો લાભ મળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચેરમેનની ગેરહાજરીથી હાલ 3200થી વધુ અરજીઓ પેન્ડિંગ છે. શૈક્ષણિક લોન, ભોજન બિલ સહાય, કોચિંગ સહાય યોજનામાં મુશ્કેલી પડી રહી છે.
ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર આખરે નીચે ઉતર્યું, જાણો કેવી રીતે પાર પડ્યું ઓપરેશન?
પાટીદારો સમાજનું અનામત આદોલન
25 ઓગસ્ટની તારીખનું ઐતિહાસિક મહત્વ છે. જુલાઈ 2015માં પાટીદાર સમાજે અનામત માટે આંદોલનની શરૂઆત કરી હતી. પરંતુ 25 ઓગસ્ટ 2015ના દિવસે અમદાવાદમાં મોટું પ્રદર્શન થયું હતું. જેમાં હજારો પાટીદારો એકઠા થયા હતા અને એજ દિવસે પોલીસ સાથે ઘર્ષણની ઘટનાથી આંદોલન ઉગ્ર બન્યું હતું. ફરી એ જ તારીખે પાટીદાર નેતાઓએ સરકાર પર દબાણ વધાર્યું છે.
રાજ્યના માછીમારો માટે ખુશખબર, OBM બોટ માટે અપાતી સહાયમાં કરાયો ત્રણ ગણો વધારો
પાટીદારોનું સરકારને અલ્ટીમેટમ
પાટીદાર સમાજના આગેવાનોનો આરોપ છે કે રાજકીય અને શૈક્ષણિક નેતાઓ આ મુદ્દે નિષ્ફળ રહ્યા છે. સરકાર હવે આ દબાણને કેવી રીતે હેન્ડલ કરશે? શું 25 ઓગસ્ટ પહેલા નિમણૂકો થશે, કે પાટીદાર સમાજ ફરી એકવાર આંદોલનનો રસ્તો અપનાવશે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે