Home> Gujarat
Advertisement
Prev
Next

ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે કાજલ હિન્દુસ્તાની વિશે આપ્યું મોટું નિવેદન, પાટીદાર દીકરી પણ કરી હતી ટિપ્પણી

Kajal Hindustani Statement On Patidar Samaj : કાજલ હિંદુસ્થાનીની મુશ્કેલીમાં થયો વધારો.... મોરબીમાં આજે પાટીદાર પાટીદાર સમાજની મહારેલીનું આયોજન,,, કાજલે પાટીદાર સમાજની દીકરીઓ વિશે કરી હતી વિવાદિત ટિપ્પણી

ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે કાજલ હિન્દુસ્તાની વિશે આપ્યું મોટું નિવેદન, પાટીદાર દીકરી પણ કરી હતી ટિપ્પણી

Kajal Hindustani Controversy જામનગર : હાલ ગુજરાતમાં સળગતો ચરુ જેવી સ્થિતિ છે. નિવેદનબાજી કરનારાઓ સામે હવે લોકો આકરા બનીને તેમને સબક શીખવાડી રહ્યાં છે. ત્યારે પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની પર પાટીદાર સમાજે બાંયો ચઢાવી છે. કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર યુવતીઓ વિશે કરેલ ટિપ્પણી પર પાટીદાર નેતા નરેશ પેટલનું નિવેદન સામે આવ્યું છે. 

fallbacks

આવું કોઈ સમાજ માટે ન કહેવુ જોઈએ
ગત રોજ જામનગરમાં ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલ જામનગર પધાર્યા હતા. જામનગરમાં રણજીતનગરમાં પટેલ સમાજ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિદાન માટે ભૂમિ સેવકો અને દાતાઓ માટે ઓનલાઈન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. ત્યારે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારની દીકરીઓ પર કરેલ ટિપ્પણી પર નરેશ પટેલે કહ્યુ હતું કે, એ અંગત પર્સનલ વિવાદ ખોટો કહેવાય. સમાજ માટે વાત કહેવાય તે ખોટી કહવાય. આ નિવેદનને વખોડી કાઢું છું. આવી વાત કોઈએ ન કહેવી જોઈએ. આ તો એક સમાજની વાત કરી, પરંતુ કોઈ પણ સમાજની દીકરીઓ વિશે આવુ ન કહેવુ જોઈએ. આ તો પટેલ સમાજની વાત કરી, પરંતુ કોઈ પણ સમાજની દીકરીઓ માટે આવુ ન કહેવુ જોઈએ. કંઈ હોય તો ખાનગીમાં જઈને આ બાબતે સોલ્વ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ન કે તેને જાહેરમાં આ વાત કરવી જોઈએ.

ગરમ દિવસ બાદ હવે ગરમ રાતની આગાહી : નવી ભયંકર આગાહીથી એલર્ટ રહેજો

તો બીજી તરફ, કાજલ હિંદુસ્તાનીના નિવેદન બાદ મોરબીમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. આજે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ મોરબીમાં મહારેલીનું આયોજન કરાયું છે. સવારે 10 વાગ્યે પાટીદાર સમાજની મહારેલીનું આયોજન કરાયુ છે. પાટીદાર સમાજની દીકરીઓ વિશે કરેલી ટિપ્પણી સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારોની દીકરીઓ વિશે શું કહ્યું
વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની બોલે છે કે, મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે. સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે. હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે.'

ધોરણ-10 પાસે ગુજરાતમાં સરકારી નોકરી નીકળી, આ તારીખથી શરૂ થશે ભરતી

જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર અંગે મહત્વના અપડેટ, ઉમેદવારોએ ખાસ નોંધ લેવી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More