મહેસાણા :ગઈકાલે મહેસાણાના ઉંઝામાં મા ઉમિયાના જયઘોશ સાથે પાટીદારોના લક્ષચંડી મહાયજ્ઞ (Unjha Lakshachandi Mahayagya) નો પ્રારંભ થયો છે. પહેલા દિવસે ઊંઝામાં લાખો ભક્તોએ મા ઉમિયા (Umiya Mataji) ના દર્શન કર્યાં. મહાયજ્ઞમાં પહેલા દિવસે સીએમ રૂપાણી (Vijay Rupani) એ પત્ની અંજલી રૂપાણી સાથે આરતી ઉતારી. ત્યારે પહેલા જ દિવસે પાટીદારો (Patidar Power) એ દિલ ખોલીને મા ઉમિયા પર દાન વરસાવ્યુ હતું. પ્રથમ દિવસે ઉમિયા મંદિરમાં 15 લાખ રૂપિયા અને અઢી કિલો સોનાનું દાન આવ્યું હતું. અંદાજે 2 લાખથી વધુ લોકોએ મંદિરમાં દર્શન કરી પ્રસાદ લીધો હોવાનું મહાયજ્ઞ મહોત્સવ કમિટીના અધ્યક્ષ બાબુભાઈ પટેલે કહ્યું હતું. પાટીદારોનાં કુળદેવી મા ઉમિયાના ધામ ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞનો આજે બીજો દિવસ છે.
Unjha Lakshachandi Mahayagya: ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ, પ્રથમ દિવસે પાટીદારોએ બનાવ્યા અનેક રેકોર્ડ
ઉમિયા મહોત્સવના પ્રથમ દિવસે સવારે 8 વાગ્યાથી જ ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરાવી દેવાયો હતો. બુધવારેના રોજ લાખો શ્રદ્ધાળુઓ મા ઉમિયાના દર્શન કરીને ધન્ય બન્યા હતા. તો ઉમિયા નગરમાં એક મહિના પહેલા વાવવામાં આવેલ 5100 જ્વારા માથે મૂકીને કુંવારી દીકરીઓ સાથે મંગલ પ્રવેશ કરાયો હતો. ત્યાર બાદ જગતગુરુ શંકરાચાર્ય અને ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને મહોત્સવની શરૂઆત કરાઈ હતી.
લક્ષચંડી યજ્ઞ શરૂ થવાના એક દિવસ પહેલા ઊંઝામાં પાટીદારોએ બતાવ્યો પોતાનો ‘સુપરપાવર’
આજે અમિત શાહ નહિ આવે
મા ઉમિયાના ધામમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ મહેમાન બનવાના હતા. તેઓ આજે 19 ડિસેમ્બરે મા ઉમિયાના મંદિરમાં દર્શનાર્થે પધારવાના હતા. ત્યારે હવે તેમનો આ પ્રોગ્રામ કેન્સલ થયો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ પ્રવાસની કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી ન હતી.
પહેલા દિવસે 8 રેકોર્ડ બન્યા
ઉમિયા ધામમાં મહોત્સવ શરૂ થવાના આગામી દિવસે પાટીદારો દ્વારા ત્રણ રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા, જેને એશિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ત્યારે મહોત્સવના પ્રથમ દિવસે જ પાટીદારોએ વધુ 8 રેકોર્ડ બનાવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેમાં એક જ સ્થળે યજ્ઞમાં સૌથી વધુ 1 લાખ ચંડીપાઠ કરાયા, 1100 ભૂદેવે એક કરોડ શ્લોકનું ઉચ્ચારણ કર્યું, 2 લાખ લોકોએ એક જ દિવસમાં સાત્ત્વિક ભોજનની પ્રસાદી લીધી, 5.46 લાખ કપમાં 21 હજાર લિટર ચાનું વિતરણ તેમજ 350 એકરમાં લીલી જાજમ પાથરવાનો રેકોર્ડ નોંધાયો છે.
એક નાનકડી લવ સ્ટોરી અધૂરી રહી ગઈ, વાત લગ્ન સુધી પહોંચે તે પહેલા જ જામનગરની પ્રેમિકા જીવનનો જંગ હારી
પ્રથમ દિવસના હાઈલાઈટ્સ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે