Home> Gujarat
Advertisement
Prev
Next

અમેરિકામાં પાટીદારોનું સપનું પૂરુ થયું : મા ઉમિયાનું ભવ્ય મંદિર ખુલ્લુ મૂકાયું, હજારો પાટીદાર ઉમટ્યા

Patidar Ma Umiya Temple In America : અમેરિકાના રિચમંડ શહેરમાં ઉમિયા નવશક્તિધામ ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં 10 હજાર જેટલા પાટીદારોએ ભાગ લીધો હતો

અમેરિકામાં પાટીદારોનું સપનું પૂરુ થયું : મા ઉમિયાનું ભવ્ય મંદિર ખુલ્લુ મૂકાયું, હજારો પાટીદાર ઉમટ્યા

Patidar Samaj : મા ઉમિયાના ભક્તો દેશવિદેશમાં ફેલાયેલા છે. એક તરફ અમદાવાદના જાસપુર ખાતે જ્યારે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું જગત જનની મા ઉમિયાનું મંદિર વિશ્વઉમિયાધામ બની રહ્યું છે. ત્યારે બીજી તરફ, પાટીદારો હવે મા ઉમિયાની ભક્તિને સાત સમુદ્ર પાર લઈ ગયા છે. ત્યારે અમેરિકાના કેન્ટુકી સ્ટેટના રિચર્મડ શહેરમાં જગત જનની મા ઉમિયાનું મંદિર નિર્માણ પામ્યું છે. 21 મે 2023 રવિવારના દિવસે મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. જેમાં 10 હજાર જેટલા પાટીદારો ઉમટી પડ્યા હતા. અમેરિકાભરમાં રહેતા પાટીદારોએ આ મહોત્સવમાં હાજરી આપી હતી. 

fallbacks

ગુજરાતના 51 પાટીદાર પરિવારો પાટલાના યજમાન તરીકે જોડાયા
અમેરિકામાં વસતા 10 હજાર જેટલા પાટીદારોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. 19 મેથી 21 મે સુધીમાં અનેક વિધ કાર્યકર્મોનું આયોજન થયું હતું. જેમાં શોભાયાત્રા, દાંડિયા રાસ જેવા આયોજન પણ થયા   હતા. આ કાર્યક્રમમાં સાયલાથી માધવદાસજી મહારાજે હાજરી આપી હતી, તેમના હાથે મંદિરને ખૂલ્લું મુકાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના 51 પાટીદાર પરિવારો પાટલાના યજમાન તરીકે જોડાયા છે. અમેરિકાની ધરતી પર પહેલીવાર મા ઉમિયાનો આવો ભવ્ય ઉત્સવ યોજાયો હતો. 

તમે પાટીદાર છો અને તમારા ઘરે પ્રસંગ લેવાયો છે તો આ ખાસ જાણો, સમાજમાં આવ્યા ફેરફાર

વીઘા જમીનો ધરાવતો પાટીદાર સમાજ હવે ક્રાંતિના માર્ગે, પરિવર્તન લાવવા લેવાયા આ નિર્ણયો

ભવ્ય યજ્ઞ યોજાયો હતો 
આ કાર્યક્રમમાં યજ્ઞમાં પણ મોટી સંખ્યામાં દંપતીઓએ ભાગ લીધો હતો અને માઈ ભક્તોએ ઉમિયા માતાજીના દર્શનનો લાહવો લીધો હતો. કાર્યક્રમ સ્થળ પર જ યજ્ઞશાળા બનાવાઈ હતી. આ કાર્યક્રમમાં સાયલાથી માધવદાસજી મહારાજે હાજરી આપી હતી, તેમના હાથે મંદિરને ખૂલ્લું મુકાયું હતું.

fallbacks

અમેરિકામાં બનેલું આ મંદિર ખાસ છે
મંદિરમાં ઉમિયા માતાજીની મૂર્તિની સાથે અન્ય 21 દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. તેમજ ગણપતિજી, હનુમાનજી, રાધા-કૃષ્ણ, શ્રીના શિવ પાર્વતી લક્ષ્મી નારાથા, રામ-સીતા અને નવગ્રહ, મા અંબા બહુચરાજી સહિત છ માતાજી બિરાજમાન છે.

આ લોકો માટે પાટીદાર સમાજે બંધ કર્યા દરવાજા, વર્ષોનો વિવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો

અમેરિકા જતા ગુજરાતીઓને હવે ટેન્શન લેવાની જરૂર નથી, પાટીદારો કરશે આ મદદ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More