બ્રિજેશ દોશી/ અમદાવાદ : મહાનગરપાલિકા પર ફરી એક વાર પોતાનું શાસન યથાવત રાખવા ભાજપે કમર કસી છે. નારાણપુરાના એક હોલમાં મળેલી અમદાવાદ શહેર ભાજપની ચિંતન બેઠકમાં ચૂંટણી અંગેની રણનીતિ પર મંથન થયું. ભાજપના પ્રદેશ પ્રમુખે નેતાઓને એક ઘર એક હોદ્દાની વાતનું પુનરાવર્તન કર્યું તો સાથે જ આગેવાનોને ધીરજ રાખવાનો પણ મંત્ર આપ્યો. દરેક શક્તિશાળી નેતાને હોદ્દો મળે તે જરૂરી નથી, ધીરજ થી કામ કરીએ તો પદ ચોક્કસ મળે છે.
અમદાવાદમાં અનેક હસ્તીઓની સારવાર કરનાર ડોક્ટર પાસે ડિગ્રી જ નહોતી, પોલીસે ઝડપ્યો !
સંગઠનમાં પદ મેળવનાર વ્યક્તિએ ટિકિટની માંગ ન કરવી તેવી સ્પષ્ટ ટકોર પ્રદેશ પ્રમુખે કરી તો સાથે જ એક હોદ્દો ધરાવનારાના ઘરમાંથી બીજા સભ્યને ટિકિટ નહીં મળે તેની પણ સ્પષ્ટતા કરી હતી. પ્રદેશ પ્રમુખ પાટીલે તમામ આગેવાનોને 175+ ના બદલે પુરે પુરી 192 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરવા કહ્યું. તેમણે પેજ પ્રમુખ અને પેજસમિતિનું ઉદાહરણ સમજાવીને તમામ વોર્ડમાં જીતના લક્ષ્યાંક સાથે તૈયારી કરવા કેહતા જ કેટલાક આગેવાનોએ લઘુમતી વિસ્તારમાં ભાજપની નબળી સ્થિતિની વાત કરી.
ગુજરાત: હુમલો આ વીડિયો જોઇ કોઇ પણ ગુજરાતી થથરી જશે, ગુજરાતમાં ક્યારે આવું પણ બની શકે?
જેના પર પ્રદેશ પ્રમુખે કહ્યું કે લઘુમતી વિસ્તારના બુથ કરતા ગત ચૂંટણી માં વધુ બેઠકો હાર્યા છીએ એટલે જો ચોક્કસ રણનીતિ થી કામ કરીએ તો 100 ટકા પરિણામ મળે છે. આજની ચિંતન બેઠકમાં કોર્પોરેશન માં છેલ્લા 5 વર્ષ દરમિયાન શાસક પક્ષ તરીકે લીધેલા નિર્ણયો અંગે પણ ચર્ચા થઈ તો સાથે જ કોરોનાકાળમાં રાજ્ય સરકારની કામગીરીથી લોકોને મળેલી સારી સુવિધાઓ અંગે પણ વિચાર વિમર્શ થયો. મીડિયા સાથેની વાતચીતમાં પ્રદેશ પ્રમુખે ભલે કોઈ ચોક્કસ આંકડો ન આપ્યો પણ કોર્પોરેશન માં જીત મેળવવા માટે આગેવાનોને 192 બેઠકોનો લક્ષ્યાંક ચોક્કસ આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે