Home> Gujarat
Advertisement
Prev
Next

ડિસેમ્બર મહિનામાં ચાર દિવસ બંધ રહેશે પાવાગઢ મંદિર

કોરોના મહામારી બાદ અનેકવાર યાત્રાધામ પાવાગઢ મંદિર (pavagadh temple) દર્શન માટે બંધ રાખવામા આવ્યુ છે. ત્યારે ડિસેમ્બર મહિનામાં વધુ ચાર દિવસ માટે મંદિર દર્શન માટે બંધ રહેશે તેવી ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરાઈ છે. આગામી 13 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર સુધી મંદિર ભક્તો માટે દર્શન બંધ રાખવા મંદિર ટ્રસ્ટે નિર્ણય ક્રયો છે. મંદિરના નિર્માણ કાર્ય દરમિયાન મંદિરના મહત્વના ભાગનું કામ કરવાનું હોવાથી મંદિર બંધ રહેશે.

ડિસેમ્બર મહિનામાં ચાર દિવસ બંધ રહેશે પાવાગઢ મંદિર

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :કોરોના મહામારી બાદ અનેકવાર યાત્રાધામ પાવાગઢ મંદિર (pavagadh temple) દર્શન માટે બંધ રાખવામા આવ્યુ છે. ત્યારે ડિસેમ્બર મહિનામાં વધુ ચાર દિવસ માટે મંદિર દર્શન માટે બંધ રહેશે તેવી ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરાઈ છે. આગામી 13 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર સુધી મંદિર ભક્તો માટે દર્શન બંધ રાખવા મંદિર ટ્રસ્ટે નિર્ણય ક્રયો છે. મંદિરના નિર્માણ કાર્ય દરમિયાન મંદિરના મહત્વના ભાગનું કામ કરવાનું હોવાથી મંદિર બંધ રહેશે.

fallbacks

ફરીથી રિનોવેશનની કામગીરી આરંભાઈ
પાવાગઢ મંદિર કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા લાંબા સમય સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતુ. જોકે ત્યારબાદ સરકારની ગાઇડલાઇન મુજબ હાલ પાવાગઢ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. પાવાગઢ મંદિર ખાતે હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ વચ્ચે ફરીથી રિનોવેશનની કામગીરી હાથ ધરાઈ છે. જેથી મંદિર ડિસેમ્બર મહિનામાં 13 થી 17 ડિસેમ્બર સુધી બંધ રહેશે. 

આ પણ વાંચો : માટલામાં કેવી રીતે બને ગુજરાતની પારંપરિક વાનગી ઉંબાડિયુ, માસ્ટર શેફે વીડિયો બનાવીને કર્યો શેર

fallbacks

રિનોવેશન દરમિયાન તૂટ્યો હતો જર્જરિત ભાગ
છેલ્લા ઘણા સમયથી પાવાગઢ મંદિરના રિનોવેશન અને ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે મહાકાળી માતાના મંદિર પરિસરનો એક ભાગ ઉતારવામાં આવી રહ્યો હતો, ત્યારે તે મશીનનો ઝર્ક લાગતા રસોડાનો ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇ નુકસાન કે કોઇને ઇજા પહોંચી ન હતી. પરંતુ હવે ફરીથી ટ્રસ્ટ દ્વારા મંદિર રિનોવેશનની કામગીરી શરૂ કરાઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More