Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં પોલીસ વાન અંધારામાં અચાનક સ્પીડથી દોડવા લાગી અને અચાનક પલ્ટી મારી ગઇ અને...

હાલ કોરોનાને પગલે સમગ્ર ગુજરાતમાં લોકડાઉનનો ચોથો તબક્કો (Lockdown 4.O) ચાલી રહ્યો છે. આમાં દિવસે તો તંત્ર દ્વારા મોટા ભાગની છુટ આપી દેવામાં આવી છે પરંતુ સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુની જાહેરાત કરી છે. જેના પગલે આ 12 કલાક દરમિયાન કેટલાક ખાસ વાહનોને અને લોકોને બાદ કરતા કોઇને પણ બહાર નિકળવા પર પ્રતિબંધ છે. જો કે સુરતીઓને જાણે નિયમો તોડવામાં મજા આવતી હોય તેમ રાત્રે લટાર મારવા નિકળી પડે છે. જેને પોલીસ દ્વારા તગેડવામાં પણ આવે છે. આવી જ એક કારનો પીછો કરતા પાંડેસરા પીસીઆર વાન (PCR Van) ઉથલી પડી હતી. જેમાં સુરત પોલીસનાં 3 પોલીસ કર્મચારીઓને (Surat Police) પણ ઇજા પહોંચી હતી.

સુરતમાં પોલીસ વાન અંધારામાં અચાનક સ્પીડથી દોડવા લાગી અને અચાનક પલ્ટી મારી ગઇ અને...

સુરત : હાલ કોરોનાને પગલે સમગ્ર ગુજરાતમાં લોકડાઉનનો ચોથો તબક્કો (Lockdown 4.O) ચાલી રહ્યો છે. આમાં દિવસે તો તંત્ર દ્વારા મોટા ભાગની છુટ આપી દેવામાં આવી છે પરંતુ સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુની જાહેરાત કરી છે. જેના પગલે આ 12 કલાક દરમિયાન કેટલાક ખાસ વાહનોને અને લોકોને બાદ કરતા કોઇને પણ બહાર નિકળવા પર પ્રતિબંધ છે. જો કે સુરતીઓને જાણે નિયમો તોડવામાં મજા આવતી હોય તેમ રાત્રે લટાર મારવા નિકળી પડે છે. જેને પોલીસ દ્વારા તગેડવામાં પણ આવે છે. આવી જ એક કારનો પીછો કરતા પાંડેસરા પીસીઆર વાન (PCR Van) ઉથલી પડી હતી. જેમાં સુરત પોલીસનાં 3 પોલીસ કર્મચારીઓને (Surat Police) પણ ઇજા પહોંચી હતી.

fallbacks

અમદાવાદ : વિધવા મહિલાની આંખો ફોડીને ક્રૂરતા પુર્વક હત્યા, કારણ સાવ ક્ષુલ્ક

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પીસીઆર વાન નં.42 રાત્રે 2 વાગ્યે પેટ્રોલિંગ માટે નિકળી હતી. ત્યારે સોનારી ગામના પાછળનાં રોડ પર કિરણ હોમ સાગર બિલ્ડિંગ પાસે શંકાસ્પદ દેખાતા તેને અટકાવવા માટે ઇશારો કર્યો હતો. પોલીસના ઇશારા બાદ કાર ચાલકે પુર ઝડપે હંકારી હતી. ત્યાર બાદ પોલીસે વાનનો પીછો કર્યો હતો. તેનો પીછો કરતા સમયે પીસીઆર વાન ઉથલી પડી હતી. જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી હતી. જ્યારે ગાડીનો પણ ખુડદો બોલી ગયો હતો.

અમદાવાદ : વિધવા મહિલાની આંખો ફોડીને ક્રૂરતા પુર્વક હત્યા, કારણ સાવ ક્ષુલ્ક

અત્રે ઉલ્લેખનીય છે કે, પીસીઆરનાં અકસ્માત બાદ અનેક અટકળો વહેતી થઇ છે. જેમાં પીસીઆર સામાન્ય ગાડીનો પીછો કરવા દરમિયાન ઉથલી પડી હતી તેવી વાત છે. બીજી ચર્ચામાં પોલીસ દારૂ ભરેલી ગાડીનો પીછો કરવા દરમિયાન અકસ્માત થયાની વાત છે. જ્યારે ત્રીજી વાતમાં પોલીસ ડ્રાઇવર પીધેલી હાલતમાં હોવાની વાત છે. જો કે આ ત્રણેય વાતમાંથી એક પણ વાતની અધિકારીક પૃષ્ટી મળી રહી નથી. પરતુ પીસીઆર વાન ઉથલી પડી તે સત્ય જ છે. ત્રણેય પોલીસ જવાનોની સારવાર ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More