Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં વરસાદે ખોલી વિકાસની પોલ, ક્યાક રસ્તાઓ ધોવાયા, ક્યાક પાણી ભરાયા, તંત્રના પાપે જનતા પરેશાન

ગુજરાતમાં એક તરફ સતત વરસાદ પડી રહ્યો છે. બીજીતરફ ભારે વરસાદને કારણે લોકો પરેશાન થઈ રહ્યાં છે. અનેક જગ્યાએ વરસાદને કારણે રસ્તાઓ ધોવાયા છે તો ઘણી જગ્યાએ પાણી ભરાયા છે. વિકાસની વાતો કરતી સરકારની પોલ વરસાદે ખોલી નાખી છે.

ગુજરાતમાં વરસાદે ખોલી વિકાસની પોલ, ક્યાક રસ્તાઓ ધોવાયા, ક્યાક પાણી ભરાયા, તંત્રના પાપે જનતા પરેશાન

Gujarat Rain: સમગ્ર રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ક્યાંક ધોધમાર તો ક્યાં ધીમીધારે વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી છે તો ક્યાંક આફતના વરસાદે તંત્રના ભ્રષ્ટાચારને ખુલ્લો કરી દીધો છે. સરકાર અને સરકારી તંત્ર વિકાસના દાવા તો કરે છે પણ વરવી વાસ્તવિક્તા અલગ હોવાનું જોવા મળ્યું છે. જુઓ વરસાદમાં હેરાન પ્રજાનો આ ખાસ અહેવાલ....

fallbacks

પાણીનો ડરામણો પ્રવાહ અને એ પ્રવાહમાંથી પસાર થતા દેશના ભવિષ્યને જુઓ...તો પુત્રને ખભે બેસાડી પાણીને પાર કરવાની મથામણ કરતાં પિતાને જુઓ...

જો ચોમાસામાં રેલવેમાં મુસાફરી કરવી છે અને જો ટાઈમે ટ્રેન ન આવે તો પલળવા માટે તૈયાર રહેજો...રેલવે સ્ટેશન પર બાંકડા પર જ પડી રહેલા આ પાણીને જુઓ...નબળી વ્યવસ્થાથી પેસેન્જરની કેવી સ્થિતિ થતી હશે અહીં?...

ગુજરાતમાં વિકાસના મોટા મોટા દાવા વચ્ચે આદિવાસી વિસ્તારમાં સ્થિતિ કેવી વિકટ છે તે જુઓ...રોડ-રસ્તા કે બ્રિજ ન હોવાને કારણે ઈમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ પણ પહોંચી ન શકી...એક સગર્ભા માતાને ઝોળીમાં નાંખીને લઈ જવી પડી...હોસ્પિટલ પહોંચે તે પહેલા જ ડિલીવરી થઈ ગઈ...

પાણીનો તેજ પ્રવાહ અને એ પ્રવાહને પાર કરવા માટે ગ્રામજનોની મહેનતને જુઓ...જવાબદારી તો સરકારની છે કે અહીં કોઈ પુલ કે રસ્તો બનાવી આપે...પણ સરકાર સાંભળતી નથી તો ગ્રામજનોએ વીજ પોલનો જુગાડ કરીને પાણી પાર કરવાનો પ્રયાસ કર્યો...આ છે આપણા ગુજરાતમાં વિકાસની વરવી વાસ્તવિક્તા...

ગુજરાતમાં માજા મુકેલા ભ્રષ્ટાચારનો આ બોલતો પુરાવો જુઓ...થોડો વરસાદ વરસ્યો અને ડાયવર્ઝન ધોવાઈ ગયું...અધિકારીઓ, કોન્ટ્રાક્ટર્સ કેટલું કાળુ નાળું દબાવતા હશે તે દ્રશ્યો પરથી જ સમજી શકાય છે...

આ સ્થિતિ છે ગુજરાતમાં વિકાસના દાવા અને વરવી વાસ્તવિક્તાની...ચોમાસાના વરસાદ ધોધમાર વરસ્યો પણ આ વરસાદમાં સરકાર અને સરકારી તંત્રની પોલ ખૂલી ગઈ છે. છેવાડાના વ્યક્તિ સુધી વિકાસની વાતો થાય છે પણ હજુ અંતરિયાળ વિસ્તારો વિકાસ ઝંખી રહ્યા છે...

આદિવાસી વિસ્તારમાં લોકો માંગ તો અનેક વખત કરે છે, જ્યાં કરવાની હોય ત્યાં અરજીઓ પણ કરે છે, પણ ગામડાના આ સામાન્ય લોકોનું તંત્ર સાંભળું તો નથી. નર્મદા જિલ્લાના ઉઠાપુર ફળિયા ગામના સ્થાનિકોએ વીજ પોલથી પાણીને પાર કરવાનો રસ્તો બનાવ્યો છે. ગામ લોકોની માગ છે કે અમને એક પુલ બનાવી આપવામાં આવે.

ગુજરાતમાં ઉત્તરથી દક્ષિણ સુધી અને કચ્છથી સૌરાષ્ટ્ર સુધી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ દક્ષિણ ગુજરાતમાં મુશ્કેલી વધારે છે, ધોધમાર વરસાદ અનેક ભ્રષ્ટાચારને પણ ખુલ્લો પાડી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More