Home> Gujarat
Advertisement
Prev
Next

યુવતીના ગળા પર છરી મારી તેનું અપહરણ કરનારા આરોપીને લોકોએ ચખાડ્યો મેથીપાક

પૂર્વ પ્રેમિકાનું અન્ય સાથે લફરું ચાલતું હોવાની જાણ થતા ઉશ્કેરાયેલા પ્રેમીએ યુવતીના ગળા પર છરી ફેરવી દીધી હતી અને પછી ઘાયલ પ્રેમીકાને લઈને સોલા સિવિલ પહોંચ્યો હતો 
 

યુવતીના ગળા પર છરી મારી તેનું અપહરણ કરનારા આરોપીને લોકોએ ચખાડ્યો મેથીપાક

મૌલિક ધામેચા/ અમદાવાદઃ અમદાવાદ સોલા વિસ્તારમાં યુવતી પર છરી મારવાનાં કેસમાં પોલીસે આરોપી મિહિર ચૌધરીની ધરપકડ કરી છે. સમગ્ર બનાવ લવ ટ્રાય એન્ગલમાં બન્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી યુવક યુવતી પર લગ્ન કરવા દબાણ કરતો હતો, પરંતુ યુવતીને કોઈ અન્ય યુવક સાથે આંખ મળેલી હતી. 

fallbacks

પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર આરોપી મિહિર ચૌધરી અને યુવતી એક-બીજાને ધોરણ-11માં અભ્યાસ કરતા હતા ત્યારથી ઓળખતા હતા અને જે-તે સમયે બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ હતો. જોકે, કેટલાક સમય પછી બંનેનો સંપર્ક છુટી ગયો હતો અને બંને એક-બીજાને ભુલી ગયા હતા. 

છુટા પડી ગયા પછી થોડા સમય પહેલાં જ સોશિયલ મીડિયાના માધ્યમથી બંને ફરીથી એક-બીજાના સંપર્કમાં આવ્યા હતા. બંનેએ સોશિયલ મીડિયા પર એક-બીજા સાથે વાતો કરવાનું પણ શરૂ કર્યું હતું. આ દરમિયાન મિહિરને જાણ થઈ કે યુવતી કોઈ અન્ય યુવક સાથે સંપર્કમાં છે. આથી મિહિરને પોતાની પ્રેમિકા પર ગુસ્સો આવ્યો હતો. 

રાજ્યમાં અત્યાર સુધી 63.38 ટકા વરસાદ પડ્યો, 36 જળાશયો 50 ટકા સુધી ભરાયા

એ ડીવિઝનના એસીપી મુકેશ પટેલે આ ઘટના અંગે જણાવ્યું કે, "પોતાની પ્રેમિકાના અન્ય યુવક સાથેના સંબંધની જાણ થતાં આરોપી મિહિર ઉશ્કેરાઈ ગયો હતો. આ ઉશ્કેરાટમાં જ તે યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને યુવતી સાથે તકરાર કરવા લાગ્યો હતો. તકરાર દરમિયાન ગુસ્સે ભરાયેલા મિહિરે યુવતીના ગળા પર છરી મારી દીધી હતી અને પછી તેનું અપહરણ કરીને સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો."

એસીપી મુકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, "એક ઘાયલ યુવતી સાથે સોલા સિવિલ પહોંચેલા મહિરને જોઈને લોકો ગુસ્સે ભરાયા હતા અને મિહિરને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી મિહિરને લોકોના પંજામાંથી છોડાવ્યો હતો. આ અગાઉ પણ યુવક યુવતીને લઈને ભાગી છૂટ્યો હોવાનું પરિજનોએ જણાવ્યું છે."

પોલીસે જણાવ્યું કે, આરોપી મિહિર યુવતીને પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરી લેવા માટે સતત દબાણ કરી રહ્યો હતો. પોલીસે આ ઘટનામાં આરોપી મિહિરને પકડીને વધુ તપાસ હાથ ધરી છે. 

જૂઓ LIVE TV.....

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More