Ahmedabad News: અમદાવાદમાં વધુ એક વખત અકસ્માતની મોટી ઘટના બની છે. સુત્રો પાસેથી મળેલ માહિતી મુજબ વાસણાથી જુહાપુરા સુધી ડ્રાઈવરે બેફામ ગાડી દોડાવી અને ઘણા વાહનોને અડફેટે લીધા છે. આ ઘટના જુહાપુરા વિસ્તારમાં આઈશા મસ્જિદ પાસે બની છે. કાર ચાલકે અન્ય કારને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકે આશરે 5થી 6 ગાડીઓને ટક્કર મારી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટના બાદ સ્થળ પર એકઠા થયેલા ટોળાએ કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો છે. અકસ્માત બાદ લોકોએ કાર અટકાવીને કારમાં તોડફોડ પણ કરી હતી. અકસ્માત બાદ લોકોના ટોળાએ કાર ચાલક ઉપર પણ હુમલો કર્યો હતો. સમગ્ર મામલે ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. જેમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અકસ્માતને લઈને મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. જેના કારણે વિફરેલા ટોળાએ તેની કાર પર હુમલો કરી દીધો સાથે જ કારચાલક પર પણ હુમલો કર્યો હતો. જેના કારણે કારચાલકનું કરુણ મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળી રહ્યું છે. પોલીસ જ્યારે સ્થળ પર પહોચી ત્યારે કારચાલક ત્યા મૃત હાલતમાં હતો. કારચાલક નીચે જમીન પર મૃત હાલતમાં પડ્યો હતો. સાથે જ તેની કારના કાંચ પણ તૂટેલા હતા. સમગ્ર મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાસણાથી જુહાપુરા જવાના રસ્તા પર કાર ચાલકે બેફામ રીતે કાર ચલાવતા અનેક લોકોને કચડી દીધા છે, આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળા ઉમળી પડ્યા છે. જો કે પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને લોકોને ટોળા વિખેરીને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે