Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના અનેક જિલ્લામાં કરા અને ભારે પવન સાથે વરસાદ, વાવાઝોડાની આગાહીને પગલે લોકોને સચેત અપાઈ સૂચના

Gujarat Rain: ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કરા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ભારે પવન ફૂંકાવાથી કેટલીક જગ્યાએ લગ્નના મંડપ ઉડ્યા છે તો કેટલીક જગ્યાએ છાપરા ઉડવાની ઘટનાઓ પણ સામે આવી છે.
 

ગુજરાતના અનેક જિલ્લામાં કરા અને ભારે પવન સાથે વરસાદ, વાવાઝોડાની આગાહીને પગલે લોકોને સચેત અપાઈ સૂચના

Gujarat Rain: ગુજરાતમાં ભરઉનાળે 53 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યમાં પડેલા વરસાદમાં સાંજ 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગરના શિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગર સિટીમાં પણ એક ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. તેમજ રાજ્યના 23 તાલુકામાં અડધા ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.  હવામાન વિભાગ દ્વારા હજુ પણ 5 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. 

fallbacks

રાજ્યમાં અનેક જિલ્લામાં વિજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીની સામનો કરવો પડ્યો છે. ભારે પવન અને વરસાદના વિવિધ જગ્યાએ દુર્ઘટનાઓ બની છે. ભારે પવન કારણે લોકો વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા છે. જેના કારણે ઘણા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

અમદાવાદમાં રાત્રે વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ, રાજ્યમાં તોફાને 5 લોકોનો લીધો જીવ

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ રાત્રના 10 વાગ્યા બાદ વિજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના નારોલ લાંભા, ઘાટલોડિયા, પ્રહલાદનગર, સેટેલાઈટ સહિત પશ્વિમ વિસ્તારમાં કરા સાથે વરસાદ શરૂ થયો છે. તેમજ શહેરના પૂર્વ ભાગમાં પણ અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. 

તો બીજી તરફ ભારે પવન સાથે વરસેલા વરસાદે 5 લોકોનો જીવ લીધો છે. ધોળકામાં રિક્ષા પર હોર્ડિંગ્સ પડતાં રિક્ષાચાલકનું તો આણંદમાં દીવાલ પડતાં વૃદ્ધાનું મોત નીપજ્યું છે. બીજી તરફ વીરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત અને ખેડામાં પણ વૃક્ષ પડતાં મહિલાનું મોત નીપજ્યું છે. આ તરફ ઠાસરા તાલુકામાં વૃક્ષ ધરાશાઈ થતા એક મહિલાનું મોત નીપજ્યું છે.

ગુજરાતના 7 જિલ્લામાં આવશે મહાખતરો! કાળા ડિબાંગ વાદળો-વિજળીના ચમકારા લાવશે આફત

દહેગામમાં વાવાઝોડાથી વૃક્ષ તૂટીને કાર પર પડ્યું છે. શ્રીનાથ બંગલો પાસે કાર પર ઝાડ પર પડ્યું છે. કારમાં સવાર દંપતીનો આબાદ બચાવ કરાયો છે. ફાયર બ્રિગેડે ઝાડ હટાવવાની કામગીરી કરી છે. આ તરફ વડોદરાના શિનોરમાં પવનથી પતરાનો શેડ ઉડ્યો છે. સાધલીમાં પતરાનો શેડ ઉડી રોડ પર પડ્યો છે. સાધલી વડોદરા માર્ગ પર વીજ પોલ ધરાશાયી થયો છે. વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે.

ખેડૂતના માથે માવઠાનો માર, બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદે પાકનો કાઢ્યો કચ્ચરઘાણ

રાજ્યમાં ઘોધમાર વરસાદ અને ભારે પવનને ધ્યાનમાં લઈ આગામી સમયમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ તથા વાવાઝોડાની આગાહી ધ્યાને લઇ લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા તેમજ વરસાદ/વાવાઝોડાની પરિસ્થિતિમાં સલામત સ્થળે રહેવા વિનંતી. અનિવાર્ય સંજોગોમાં જરૂર જણાયે ડીસ્ટ્રીક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-૧૦૭૭ તથા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-૧૦૭૦ પર સંપર્ક કરવા વિનંતી.

આવતીકાલે આ જિલ્લામાં છે વરસાદની આગાહી
આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરૂચ, નર્મદા, દાહોદ, મોરબી અને રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. અમદવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2-4 ડિગ્રી ઘટશે. 

ડિજિટલ યુગમાં ગૃહ મંત્રીએ ઈ-મેઈલથી મળેલા 2533 પ્રશ્નોનું ટૂંક સમયમાં કર્યુ નિવારણ

બીજી તરફ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તેજ પવન અને ભારે વરસાદ પડવાની પણ આગાહી હોવાથી ઓરેન્જ એલર્ટ કારી ક કારી કરાયુ છે. છે. વરસાદની સાથે સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રતિકલાકે ૮૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. મંગળ અને બુધવારના રોજ અમદાવાદ સહિત રાજ્યભરમાં તેજ પવન અને ભારે વરસાદી માહોલ રહેવાના સંકેતો અપાયા છે. ભારે વરસાદની આગાહીના પગલે સરકારે પણ એલર્ટ જાહેર કર્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More