Home> Gujarat
Advertisement
Prev
Next

સુધરી જજો યુવાનો! ડેટિંગ એપ પર ચેટિંગ કરવું પડી શકે છે ભારે, આ કેસ તમારી આંખો ખોલી દેશે

Ahmedabad News: અમદાવાદના એક યુવકને ડેટિંગ એપ પર પરિચય કેવળવો ભારે પડ્યો છે. ડેટિંગ એપમાં પરિચયમાં આવેલ શખ્સોએ પોલીસ તરીકે ઓળખ આપી ચોરીનો ખોટો કેસ કરવાની ધમકી આપી 5 લાખ 90 હજાર પડાવ્યા. અંતે યુવકે કંટાળી આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. 

સુધરી જજો યુવાનો! ડેટિંગ એપ પર ચેટિંગ કરવું પડી શકે છે ભારે, આ કેસ તમારી આંખો ખોલી દેશે

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલ ફરિયાદીની વિગતોની વાત કરીએ તો અમદાવાદની એક આઇટી કંપનીમાં કામ કરતા યુવકે પોતાના મોબાઈમાં ડેટિંગ એપ વોલ્સ ચેટ ડેટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હતી. જેમાં એક મેસેજ આવતા બન્ને વચ્ચે વાતચીત થયા બાદ આનંદનગરના 100 ફૂટ રોડ પર આવેલ ફાયફૂડની દુકાનમાં મળવાનું નક્કી થયું હતું. 

fallbacks

બાદમાં મેસેજ કરનાર વ્યક્તિએ ફરિયાદીને દુકાન બહાર રોડ પર મળવા બોલાવ્યો ત્યારે ફરિયાદી યુવક બહાર રોડ પર મળવા જતા બન્ને વચ્ચે થોડી વાતચીત થયા બાદ મળવા આવેલ આરોપીએ માતા બીમાર હોવાના કારણે 10 હજાર રૂપિયા ઉછીના માંગ્યા હતા. પરંતુ ફરિયાદીએ જેનો ઇનકાર કર્યો ત્યારે આરોપીએ પોતાના ઘરની પરિસ્થિ દેખાડવા માટે જુહાપુરા લઈ ગયો જ્યાં બન્ને ઊભા હતા. ત્યારે એક વ્યક્તિ ત્યાં આવી જઈને બન્નેને કહ્યું કે, તમે લોખંડની ચોરી કરવા આવ્યા છો પોલીસને જાણ કરવી પડશે ત્યાર બાદ બીજા આવેલા વ્યક્તિએ એક ફોન લગાડતાના સાથે થોડા સમય એની એક શખ્સ આવ્યો હતો. જેણે પોતાની ઓળખ અજય રાઠોડ નામના પોલીસ કર્મી તરીકે આપી હતી. ચોરીના કેસની ધમકી આપી હતી. ત્યારે કેસ નહીં કરવા બદલ 3 લાખની માંગણી કરી હતી. 

સૂર્યના નક્ષત્રમાં બુધનો પ્રવેશ આ 3 રાશિને બનાવશે મહાધનવાન, સફળતા અને પ્રમોશન મળવાની સાથે થશે માલામાલ!

ધાકધમકીથી યુવક પાસેથી પડાવ્યા લાખો રૂપિયા
ત્યાર બાદ ધાકધમકી અને અપશબ્દ બોલી દોઢ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આમ આ ત્રણેય શખ્સોએ 24/03/2025થી 18/05/2025 સુધીમાં ફરિયાદી યુવક પાસેથી ડરાવી ધમકાવી કટકે-કટકે 5 લાખ 90 હજાર રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા. ત્યારે પૈસાની માંગણી દિવસેને દિવસે વધતા અંતે ફરિયાદી યુવક કંટાળીને આનંદનગર પોલીસે સ્ટેશનના દરવાજા ખખડાવીને આ ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે એક આરોપીની ધરપકડ કરી
જેમાં આનંદનગર પોલીસે પ્રાથમિક તપાસ બાદ એક આરોપી જેણે પોલીસ કર્મી તરીકે અજય રાઠોડની ઓળખ આપી હતી, જેની ધરપકડ કરતા સામે આવ્યું હતું કે, જેનું સાચું નામ ઇલિયાસ રહીમ શેખ છે, જે જુહાપુરામાં રહે છે તેની સાથે અન્ય એક આરોપીની ઓળખ પણ કરવામાં આવી છે. જેનું નામ મુસ્તાક ચૌહાણ હોવાનું સામે આવ્યું છે અને હજુ વધુ એક ફરાર આરોપીની ઓળખ અને શોધખોળ શરૂ કરી છે. 

2025માં ઉકળશે સમુદ્ર, આવશે સુનામી! જાપાની બાબાની ડરામણી ભવિષ્યવાણીથી દુનિયામાં હડકંપ, જો સાચી થઈ તો...

આનંદનગર પોલીસે નકલી પોલીસ બનીને ઓળખ આપનાર અજય રાઠોડ ઉર્ફે ઇલિયાસ રહીમ શેખની ધરપકડ કરીને વધુ બે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ સહિત આ આરોપીઓએ આવા પ્રકારના કેટલા લોકોને આવી ડેટિંગ એપ્લિકેશનના આધારે ભોગ બનાવ્યા તેની તપાસ શરૂ કરી છે. સાથે જ ફરિયાદી યુવકના પૈસા ગુનાના કામે કબજે કરવા તજવીજ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More