Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદીઓએ સાબરમતી સ્વચ્છતા અભિયાનમાં આપ્યો સાથ, દશામાની મૂર્તિ રિવરફ્રન્ટ પર જ મૂકી

આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક અજીબ દ્રશ્ય જોવા મળ્યું હતું. રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં દશામાની મૂર્તિનો ઢગલો જોવા મળ્યો હતો. પહેલી નજરે જોતા એવુ લાગે કે, લોકોએ કેવી દશા કરી છે. લોકો મૂર્તિને પણ યોગ્ય રીતે વિસર્જન કરી શક્તા નથી. પરંતુ હકીકતમાં આ તસવીર અવેરનેસ લાવતી તસવીર છે. હકીકતમાં લોકોએ પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે આ રીતે મૂર્તિઓ કિનારા પર જ મૂકી હતી.

અમદાવાદીઓએ સાબરમતી સ્વચ્છતા અભિયાનમાં આપ્યો સાથ, દશામાની મૂર્તિ રિવરફ્રન્ટ પર જ મૂકી

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક અજીબ દ્રશ્ય જોવા મળ્યું હતું. રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં દશામાની મૂર્તિનો ઢગલો જોવા મળ્યો હતો. પહેલી નજરે જોતા એવુ લાગે કે, લોકોએ કેવી દશા કરી છે. લોકો મૂર્તિને પણ યોગ્ય રીતે વિસર્જન કરી શક્તા નથી. પરંતુ હકીકતમાં આ તસવીર અવેરનેસ લાવતી તસવીર છે. હકીકતમાં લોકોએ પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે આ રીતે મૂર્તિઓ કિનારા પર જ મૂકી હતી.

fallbacks

Photos : આંખોમાં ન સમાય તેવું સૌંદર્ય હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સર્જાયુ છે

તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ સાબરમતી અભિયાન શરૂ કરાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાબરમતીને ચોમાસા પહેલા સ્વચ્છ કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે દશામાના વ્રતનું સમાપન થયું છે. ગઈકાલે વિસર્જનનો દિવસ હતો. ત્યારે સ્વચ્છ સાબરમતી અભિયાનમાં દશમાનુ વ્રત કરનારા લોકો પણ જોડાયા હતા. લોકોએ દશામાની મૂર્તિને નદીમાં ન પધરાવીને કિનારે મૂકી હતી. આમ, તેઓએ નદીને પ્રદૂષિત થતી અટકાવી હતી.

વડોદરાના માથે ફરી પૂરનો ખતરો, લોકોના ઘરોમાં ઘૂસ્યા વિશ્વામિત્રીના પાણી

fallbacks

સ્વચ્છ સાબમરતી અભિયાનની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. શહેરીજનોએ દશામાની મૂર્તિઓ કિનારે મૂકી નદીનું જતન કરવાનું નક્કી કર્યું હતું. રિવરફ્રન્ટના કિનારે જ સેંકડો મૂર્તિ મૂકવામાં આવી હતી. અત્યાર સુધી સાબરમતી નદીમાં જ વિસર્જન થતું હતું. 

તો બીજી તરફ, અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ એક ટ્વિટ કરીને લોકોનો આભાર માન્યો હતો. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, અમદાવાદમાં આજે કંઇક અદ્ઘભૂત થયું છે. સામાન્ય શહેરીજનોએ સાબરમતી નદીને સાફ રાખવાનો નિર્ણય કર્યો છે. અને દશામાની મૂર્તિને સાબરમતીમાં પધરાવવાને બદલે તેને કિનારે જ મૂકી દીધી છે. તે તમામનો ખૂબ ખૂબ આભાર.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More