Home> Gujarat
Advertisement
Prev
Next

ભૂજઃ અટલનગરમાં યોજાઇ પૂર્વ પીએમ અટલજીની શોકસભા, ગામલાકોએ આપી શ્રદ્ધાંજલિ

ઉલ્લેખનીય છે કે 16 ઓગસ્ટે સાંજે 5.05 કલાકે પૂર્વ પીએમ અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું નિધન થયું હતું. 

ભૂજઃ અટલનગરમાં યોજાઇ પૂર્વ પીએમ અટલજીની શોકસભા, ગામલાકોએ આપી શ્રદ્ધાંજલિ

ભૂજઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનથી દેશભરમાં લોકોમાં શોકની લાગણી છે, ત્યારે કચ્છમાં આવેલ અટલનગરના સ્થાનિકો દ્વારા શોકસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. અટલજીનું નિધન થતા ગ્રામજનોમાં દુખની લાગણી જોવા મળી હતી.  2001માં આવેલ ભૂંકપમાં કચ્છનાં ચપરેડી ગામમાં તબાહી થઇ હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા 4 જૂન 2001 ચપરેડી ગામનો ફરીથી શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ગામનું પુનર્વસન થતા એક વર્ષના સમયગાળામાં  ગટર-પાણી, ચબુતરો-મંદિર વગેરેની સુવિધા સાથેનાં 328 મકાનો તૈયાર થઈ ગયાં હતાં.ત્યારે ગ્રામજનોએ ચપરેડી ગામને અટલનગર નામ પાડવામાં આવ્યુ હતું. 
 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More