અતુલ તિવારી, અમદાવાદ: આજથી રાજ્યભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો ઝીંકાયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાજ્ય સરકારે બે રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. રાજ્યમાં હવે પેટ્રોલનો ભાવ 74.33 અને ડિઝલનો ભાવ 72.67 રૂપિયા પ્રતિ લીટર થયો છે. આ સાથે તમારા શહેરમાં શું ભાવ છે તે જાણો.
અત્રે જણાવવાનું કે લોકડાઉન બાદ ફરી એકવાર ધંધા-રોજગાર શરૂ થયા છે પરંતુ હજુ સ્થિતિ સામાન્ય ના થઇ હોવાથી ભાવવધારો થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. શહેરીજનોએ કહ્યું કે, થોડો સમય રોકાયા બાદ આ ભાવવધારો થાત તો તમામને રાહત મળત. જો કે રાજ્ય સરકારની તિજોરીમાં આવકમાં ઘટાડો થતા આ નિર્ણય લેવાયો છે. સરકારનો દાવો છે કે અન્ય મોટા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા છે.
જાણો તમારા શહેરમાં શું ભાવ
નવા ભાવ વધારા સાથે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 74.33 અને ડીઝલનો ભાવ 72.67 રૂપિયા થયો છે. જ્યારે સુરતમાં પેટ્રોલનો અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ ક્રમશ: 74.23 રૂપિયા અને 72.59 રૂપિયા થયો છે. જ્યારે વડોદરામાં પેટ્રોલનો ભાવ 74.01 અને ડીઝલનો ભાવ 72.36 રૂપિયા પ્રતિ લીટર અને રાજકોટમાં પેટ્રોલનો ભાવ 74.11 અને ડીઝલનો ભાવ 72.48 રૂપિયા પ્રતિ લીટર થયો છે.
(ભાવ ઈનપુટ, રવિ અગ્રવાલ, વડોદરા,/ ચેતન પટેલ, સુરત / રક્ષિત પંડ્યા, રાજકોટ)
ગુજરાતમાં રાત્રે 12 વાગ્યાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો વધારો: નીતિન પટેલ
DyCM નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી જાહેરાત
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સોમવારે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં નાણાં વિભાગ અને જીએસટીને લગતી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને જીએસટીના જેપી ગુપ્તા હાજર રહ્યાં હતા. નીતિન પટેલે કહ્યું કે પેટ્રોલ ડીઝલના ભાવમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે. અત્યારે સમગ્ર દેશમાં ગુજરાતમાં પેટ્રોલના ભાવ સૌથી ઓછા છે. ગુજરાતમાં અત્યારે 71 રૂપિયા 88 પૈસા છે જ્યારે મધ્ય પ્રદેશમાં 83 રૂપિયા અને 82 પૈસા છે. ગુજરાતના ભાવ કરતા અન્ય રાજ્યના ભાવ 10થી 12 રૂપિયા વધારે છે. સરકારે નિર્ણય કર્યો છે કે, પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ દર 2 રૂપિયા વધારવાનો નિર્ણય સોમવારે રાત્રે 12 વાગ્યાથી લગુ થશે.
જુઓ LIVE TV
પ્રેસ કોન્ફરન્સમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વેરાકીય આવક Lockdownના કારણે ધરખમ ઘટાડો થયો છે. જીએસટીની આવકમાં પણ ઘટાડો થયો છે. રાજયની આવક પેટ્રોલ-ડીઝલ પરની આવકમાં ઘટાડો થયો છે. વાહનો પણ બંધ હોવાના કારણે હજારો પેટ્રોલ પંપ ઉપર થતી પ્રવૃતિઓ થકી થતી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનું વેચાણ પણ સદંતર બંધ હતું. એ બે મહિના દરમિયાન આવકમાં મોટો ઘટાડો થયો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે