Home> Gujarat
Advertisement
Prev
Next

CNG ના ભાવવધારા સામે ગુજરાતના રીક્ષાચાલકો લડી લેવાના મૂડમાં, 36 કલાક માટે તમામ રીક્ષાના પૈડા થંભી જશે

પેટ્રોલ-ડીઝલ (petrol diesel) બાદ હવે સીએનજીનો પણ ભાવ વધારો લોકોની કમર ભાંગી રહ્યો છે. CNG ના ભાવ વધારા સામે હવે ગુજરાતના રીક્ષા ચાલકો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. 15 અને 16 નવેમ્બરે ગુજરાતના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે. રાજ્યભરમાં રીક્ષાચાલકો CNG ના ભાવવધારના વિરોધમાં 14 તારીખે કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવશે. 15 અને 16 તારીખે રાજ્યભરના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ (strike) કરશે. રાજ્યભરમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભી જવાનો સમિતિએ દાવો કર્યો છે. 

CNG ના ભાવવધારા સામે ગુજરાતના રીક્ષાચાલકો લડી લેવાના મૂડમાં, 36 કલાક માટે તમામ રીક્ષાના પૈડા થંભી જશે

ઝી મીડિયા/બ્યૂરો :પેટ્રોલ-ડીઝલ (petrol diesel) બાદ હવે સીએનજીનો પણ ભાવ વધારો લોકોની કમર ભાંગી રહ્યો છે. CNG ના ભાવ વધારા સામે હવે ગુજરાતના રીક્ષા ચાલકો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. 15 અને 16 નવેમ્બરે ગુજરાતના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે. રાજ્યભરમાં રીક્ષાચાલકો CNG ના ભાવવધારના વિરોધમાં 14 તારીખે કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવશે. 15 અને 16 તારીખે રાજ્યભરના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ (strike) કરશે. રાજ્યભરમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભી જવાનો સમિતિએ દાવો કર્યો છે. 

fallbacks

CNG ભાવ વધારા વિરોધી સમિતિએ આંદોલનની રૂપરેખા તૈયાર કરી છે. જેમાં આવતીકાલે રાજ્યભરના જુદા જુદા રિક્ષાચાલક યુનિયનોની બેઠક મળશે. તો 12 તારીખે રીક્ષા ચાલક યુનિયન રાજ્યપાલને આવેદન પત્ર આપી રજૂઆત કરશે. ત્યારે બાદ 14 નવેમ્બરે કાળી પટ્ટી બાંધી રિક્ષાચાલકો વિરોધ નોંધાવશે. અને ત્યાર બાદ 15 અને 16 તારીખે રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે. જેમાં રાજ્યભરમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભી જવાનો સમિતિએ દાવો કર્યો છે.

આ પણ વાંચો : જ્યાંથી ગુજરાતમાં સ્વામીનારાયણ ધર્મની વિધિવત શરૂઆત થઈ હતી, તે પવિત્ર મંદિરને 220 વર્ષ પૂરા થયા 

આ હડતાળ વિશે સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિના અશોક પંજાબીએ જણાવ્યું કે, CNGના ભાવમાં ઘટાડો કરવા સહિત  આર્થિક સહાય આપી રીક્ષા ભાડું વધારવાની માંગ કરી છે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા મંત્રી પૂર્ણેશ મોદી સાથે બેઠક યોજાયી હતી. જેમાં બેથી ત્રણ વ્યક્તને બોલાવી ભાવ વધારો મંજૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે. જેથી હવે 18 રૂપિયાથી વધારી મિનિમમ ભાડું 20 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે. સાથે પેટ્રોલ-ડીઝલમાં વેટનો ઘટાડો કર્યો તેવી જ રીતે CNG ના ભાવમાં પણ વેટ ઘટાડી રાહત આપવાની માંગ રીક્ષા ચાલકોએ કરી છે.

આ સાથે જ 15 તારીખ બાદ પણ માગ ના સ્વીકારાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. 21 તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવા મક્કમતા દર્શાવાઈ છે. જો સરકાર CNG માં ભાવવધારો પાછો ખેંચે તો હડતાળ ના કરવાની પણ સમિતિમાં ચર્ચા થઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More