Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ: પિયરમાં ગયેલી પત્ની અંગે અભદ્ર ટિપ્પણી કરનારની યુવકે જાહેરમાં કરી હત્યા

શહેરના 80 ફૂટ રોડ પર યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી હતી. રિસામણે ગયેલી પત્ની વિશે મૃતક જયેશ ચાવડાએ ખરાબ ટિપ્પણી કરતા હત્યા કરી હોવાની કબૂલાત કરીને આરોપી દિનેશ ચાવડા પોલીસ સમક્ષ હાજર થયો હતો.

રાજકોટ: પિયરમાં ગયેલી પત્ની અંગે અભદ્ર ટિપ્પણી કરનારની યુવકે જાહેરમાં કરી હત્યા

રક્ષિત પંડ્યા/રાજકોટ: શહેરના 80 ફૂટ રોડ પર યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી હતી. રિસામણે ગયેલી પત્ની વિશે મૃતક જયેશ ચાવડાએ ખરાબ ટિપ્પણી કરતા હત્યા કરી હોવાની કબૂલાત કરીને આરોપી દિનેશ ચાવડા પોલીસ સમક્ષ હાજર થયો હતો. 

fallbacks

પોલીસ દ્વારા આપાવમાં આવેલી માહિતી અનુસાર આરોપી અને કારખાનામાં કામ કરતો હતો. અને પિયર ગયેલી પત્ની વિશે જયેશ ચાવડા નામના શખ્શે અભદ્ર ટિપ્પણી કરી હતી. અને ઉશ્કેરાઇને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દીધી હતી. અને ત્યાર બાદ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો.

છોટાઉદેપુર: જુગારધામ પર રેડ કરવા ગયેલ પોલીસ અધિકારીઓ પર હુમલો

રાજકોટમાં દિન-પ્રતિદિન ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થતા ખુલ્લે આમ જાહેરમાં હત્યાઓના બનાવો પણ બની રહ્યા છે. રવિવારે પણ શહેરના 80 ફૂટ રોડ પર સામાન્ય બાબતે એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જે અંગે શહેર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More