આશ્કા જાની, અમદાવાદઃ ગુજરાતમાં પ્રેગનેન્ટ મહિલાઓ અને તેમના ગર્ભમાં રહેલા બાળકના હક મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. અમદાવાદની એલજી હોસ્પિટલ અને તારાપુરની મીરાણી હોસ્પિટલમાં અમાનવિય ઘટના બન્યા બાદ કોર્ટમાં આ અરજી કરવામાં આવી છે. અરજી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર, ગુજરાત મેડિકલ કાઉન્સિલ, એલજી હોસ્પિટલ અને તારાપુરની મીરાણી હોસ્પિટલને નોટિસ ફટકારી છે.
વ્યવસ્થિત સારવાર ન મળવાની રજૂઆત
રાજ્યની હાઈકોર્ટમાં થયેલી અરજીમાં હાલમાં બનેલી બે ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ ઘટનાઓનો ઉલ્લેખ કરી ગર્ભમાં રહેલા શિશુના હકનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તેમાં ગર્વભવી મહિલાઓને ક્યારેક જરૂરીયાત પ્રમાણે સારવાર મળતી નથી અને તેમની સાથે અમાનવીય વર્તન થાય છે. મહત્વનું છે કે જાન્યુઆરી મહિનામાં આણંદ જિલ્લાના તારાપુરની મીરાણી હોસ્પિટલમાં સારવાર માટે આવેલી પ્રેગનેન્ટ મહિલા પાસે 42 હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી. આ મહિલા પાસે પૈસા નહોતા જેથી તેની સારવાર થઈ નહીં અને હોસ્પિટલની બહાર મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.
આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિદેવો હાજર, થયો વિવાદ
બીજી તરફ પાછલા મહિને અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. જ્યાં મહિલાને સારવાર ન મળવાને કારણે હોસ્પિટલની બહાર જ બાળકનો જન્મ થયો અને આ બાળકનું મૃત્યુ થઈ ગયું હતું.
શું કહ્યું અરજદારે
હાઈકોર્ટમાં જે જાહેરહિતની અરજી કરવામાં આવી છે તેમાં અરજદારે કહ્યુ કે, ગર્ભમાં રહેલાં બાળકને પણ જીવવાનો મૌલિક અધિકાર છે. તેમણે કહ્યું કે, સગર્ભા જેવા કિસ્સાઓ હોય ત્યારે તે મહિલાને પ્રાથમિકતા આપવી જોઈએ અને મહિલા તથા બાળકનો જીવ બચાવવો જોઈએ. આ મુદ્દે હાઈકોર્ટે 15 એપ્રિલ સુધી જવાબ માંગ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે