ગૌરવ દવે/ રાજકોટ: પાકિસ્તાનની જેલમાં કેદ 558 ભારતીય માછીમારોને મુક્ત કરાવવાની માંગ ઉઠી છે. આજે રાજકોટ ખાતે માછીમારોને સંગઠનોએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં માછીમારોની પત્નીઓએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબોને સહાય કરે છે તો અમારા પતિ છેલ્લા બે વર્ષ થી પાકિસ્તાનની જેલમાં કેદ છે. જે માછીમારી કરવા જ ગયા હતા. તેને મુક્ત કરાવવામાં આવે તેવી માંગ છે.
પાકિસ્તાનમાં ફસાયેલા માછીમારોને લઈને નેશનલ ફિશ વર્કર્સ ફોરમ તેમજ ગુજરાત માછીમારની સંસ્થાઓ આગળ આવી છે. જેમને જણાવ્યું હતું કે, પાકિસ્તાન જેલમાં રહેલા ભારતીય 558 માછીમારો કેદ છે. 250 કરતા વધુ માછીમારોની ઓળખ કરવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે 18 માછીમારોની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. જે માછીમારો કેદ છે તેને કેવી રીતે મુક્ત કરી શકાય તેને લઈને સરકાર સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હોવાનું જતીનભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
આ પણ વાંચો:- અસામાજિક તત્વોના ત્રાસથી વેપારીઓ ઉતર્યા રસ્તા પર, જૂનાગઢ પોલીસે મામલો થાળે પાડ્યો
2 વર્ષથી ચિઠ્ઠી પણ નથી આવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે માછીમારોની પત્નીઓએ માંગ કરી છે કે તેના પતિને પાકિસ્તાનની જેલમાંથી 15 ઓગષ્ટના મુક્ત કરાવો. અગાઉ 6 મહિના થી 1 વર્ષમાં માછીમારોને મુક્ત કરવામાં આવતા હતા. પરંતુ છેલ્લા 2 થી 4 વર્ષ થી માછીમારોને મુક્ત કરવામાં આવ્યા નથી. અનેક નેતાઓને રજૂઆતો છતાં મુક્ત કરવામાં આવ્યા ન હોવાનો માછીમારોની પત્નીઓએ આરોપ લગાવ્યો હતો. જ્યારે જતીન દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે કેન્દ્ર સરકાર ડોકટરોની ટીમને પાકિસ્તાન જેલમાં મોકલી માછીમારોની તપાસ કરાવે તેવી માંગ છે.
આ પણ વાંચો:- જ્વલ્લે જોવા મળતી ઘટના : રાજકોટ સિવિલમાં સગર્ભાએ ત્રણ બાળકોને આપ્યો જન્મ
ઇતિહાસમાં પ્રથમ વખત 15 ઓગષ્ટથી માછીમારી શરૂ નહીં થાય
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 15 ઓગષ્ટના સાગર ખેડુ દરિયો નહિ ખેડે અને માછીમારી શરૂ નહીં કરે. અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશનના પ્રમુખ વેલજીભાઈ મસાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના માછીમારોએ સરકારને રજુઆત કરી હતી.ઇતિહાસમાં પહેલીવાર આ વખતે 15 ઓગસ્ટથી માછીમારી શરૂ નહીં થાય.1 સપ્ટેમ્બરથી માછીમારી શરૂ થશે. ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયામાં અસરો જોવા મળે છે. માછીમાર આગેવાનોએ સરકારને રજુઆત કરી હતી. 15 ઓગસ્ટને બદલે 1 સપ્ટેમ્બરથી માછીમારી શરૂ કરવામાં આવશે. દરિયામાં વાવાઝોડાની અસર રહેતી હોય છે અને દરિયામાં જોઈ એવી માછલીઓ મળતી નથી. માછલીઓ ઈંડા મુક્યા હોવાથી માછલીઓ મોટી થતા આટલો સમય લાગે છે જેથી 1 સપ્ટેમ્બર થી માછીમારી શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે