અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે. ત્યારે ભાજપના ગઢને યથાવત રાખવા પીએમ મોદી પોતાના હોમ ગ્રાઉન્ડમાં યેનકેન પ્રકારે પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદી આજે સાંજે અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન 36મા નેશનલ ગેમ્સનું ઉદઘાટન કર્યું છે. ત્યારે અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન પહોંચ્યાં છે, અહીં એક ખુલ્લા વ્હિકલમાં તેમણે લોકોનું અભિવાદન કર્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી એક લાખ લોકો આ ભવ્ય ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા માટે ઉમટ્યા છે.
PM મોદી Live:
Live: Hon'ble PM Shri @narendramodi inaugurates 36th National Games in Ahmedabad #36thNationalGames https://t.co/MI7qZ8f5VW
— BJP Gujarat (@BJP4Gujarat) September 29, 2022
36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- 1940માં પ્રથમ વાર લાહોરમાં રમતોનું આયોજન થયું હતું. 36માં નેશનલ ગેમ્સમાં ભાગ લેવા દેશના ખૂણે ખૂણેથી ખેલાડીઓ આવ્યા છે, તમામ ખેલાડીઓનું ગુજરાતીઓ તરફથી સ્વાગત કરું છું.
I’m going be there very soon for the opening of the National Games. pic.twitter.com/OQcQL9ZiX3
— Narendra Modi (@narendramodi) September 29, 2022
હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ખીચોખીચ ભીડથી ભરેલું છે. એટલું જ નહીં, હજારો લોકો બહાર લાઈનમાં ઉભા હતા. જોકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે હજી પણ સતત લોકો આવી રહ્યા છે. મોટાભાગે સ્ટેડિયમ ખીચોખી ભરાઈ ગયું છે. છતાં પણ હજી લોકો સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા #PMModi #NationalGames2022 #Live #Gujarat pic.twitter.com/6j6lQvHDN1
— Zee 24 Kalak (@Zee24Kalak) September 29, 2022
પ્રધાનમંત્રી સ્ટેડિયમની મુલાકાતે, પોલીસનો લોખંડી બંદોબસ્ત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સ્ટેડિયમ ખાતે નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાના હોવાથી શહેર પોલીસે સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવી છે. માનવામાં આવી રહ્યું છે કે 1 લાખ કરતા પણ વધુ મહાનુભાવો આ નેશનલ ગેમમાં આમંત્રિત મહેમાન તરીકે હાજર રહેશે. ત્યારે ટ્રાફિક અને અન્ય પોલીસ વ્યવસ્થા સુચારુ રૂપે ગોઠવાય તે માટે 1700 જેટલા અધિકારીઓ, જવાનોને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બંદોબસ્તમાં તૈનાત રખાશે.
પોલીસનો બંદોબસ્ત
અમદાવાદમાં PM મોદી કરશે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટનઃ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રી 36મી રાષ્ટ્રીય રમતોત્સવની ઘોષણા કરશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રમતોમાં ભાગ લઈ રહેલા દેશભરના રમતવીરોને પણ સંબોધન કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ડેસરમાં વિશ્વ કક્ષાની “સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી”નું ઉદ્ઘાટન પણ કરશે. આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ દેશના રમત-ગમત શિક્ષણના લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવશે તેવી અપેક્ષા છે.
ગુજરાત રાજ્યમાં પ્રથમવાર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાઈ રહ્યો છે. તેનું આયોજન 29મી સપ્ટેમ્બરથી 12મી ઓક્ટોબર, 2022 દરમિયાન કરવામાં આવશે. દેશભરમાંથી લગભગ 15,000 ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ 36 રમતની શાખાઓમાં ભાગ લેશે, જે તેને અત્યાર સુધીની સૌથી મોટી રાષ્ટ્રીય રમતો બનાવશે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર એમ છ શહેરોમાં આ રમતોત્સવનું આયોજન કરવામાં આવશે. તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ગુજરાતે આંતરરાષ્ટ્રીય ધોરણોનું મજબૂત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની યાત્રા શરૂ કરી, જેણે રાજ્યને ખૂબ જ ટૂંકા ગાળામાં રમતો માટે તૈયાર કરવામાં મદદ કરી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપના નેતાઓ પર ભરોસો મુકવાને બદલે હવે વિધાનસભાની ચૂંટણીની બાગદૌર પીએમ મોદીએ પોતે સંભાળી લીધી છે. કારણકે, તેઓ ગઢમાં ગાબડું પડે તેવી કોઈ ચૂક રહેવા દેવા માંગતા નથી. એ જ કારણ છેકે, પીએમ મોદી વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસના નામે સતત ગુજરાતમાં પ્રચાર-પ્રસાર કરતા જોવા મળી રહ્યાં છે. ચૂંટણી પ્રચાર અભિયાનના ભાગરૂપે જ પીએમ મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે