Home> Gujarat
Advertisement
Prev
Next

PM ની ગુજરાતીઓને સલાહ : સમૂહલગ્ન બાદ નાત જમાડવાનું બંધ કરો, રૂપિયા ઉછળતા હોય તો સારા કામ માટે મૂકો

Gujarat Elections 2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગરમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં આપી હાજરી....રોડ શોથી સમૂહ લગ્નના સ્થળે પહોંચ્યા બાદ 551 દીકરીઓને આપ્યા આશીર્વાદ...

PM ની ગુજરાતીઓને સલાહ : સમૂહલગ્ન બાદ નાત જમાડવાનું બંધ કરો, રૂપિયા ઉછળતા હોય તો સારા કામ માટે મૂકો

અમદાવાદ :વલસાડમાં ભવ્ય જનસભા સંબોધીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર પહોંચ્યા હતા. તેમણે અહીં ‘પાપાની પરી’ સમુહ લગ્નોત્સવમાં હાજરી આપી હતી. ભાવનગરમાં રોડ શો બાદ તેઓ લગ્નોત્સવના સ્થળે પહોંચ્યા હાત, જ્યાં તેમણે 552 દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. 

fallbacks

લગ્નોત્સવમાં સંબોધન સમયે પીએમ મોદીએ લખાણી પરિવારના વખાણ કરતા કહ્યું કે, હું લાખાણી પરિવારનો આભાર માનુ છું કે તેઓએ મને આ પવિત્ર કાર્યમાં સાક્ષી બનવાનો મોકો આપ્યો. અનુમાન લગાવીને કહી શકુ છું કે લખાણી પરિવારના કુટુંબના લગ્ન આવી રીતે નહિ થાય હોય. સમાજ માટેની ભક્તિ અને ભક્તિનો ભાવ ન હોય તો આવુ કામ કરવાનું ન સૂઝે. લખાણી પરિવાર તમારા પૂર્વજોને પ્રમાણ કરુ છું કે જેઓએ તમને આવા સંસ્કાર આપ્યા. ધન તો ઘણા પાસે હોય છે, પરંતુ અહી ધનની સાથે મન પણ દેખાય છે. મન હોય તો માળવે જવાય. સમાજ માટે કંઈક કરવાની પ્રેરણા અહી છે. લગ્ન તો આજે છે, પરંતુ લખાણી પરિવારની લગની બારેય મહિના તેમા ડુબેલી હતી. 6 મહિના પહેલા આગોતરુ નિમંત્રણ આપ્યુ હતું. પોતાના ઘરના લગ્ન હોય તેમ આખો પરિવાર મને નિમંત્રણ આપવા આવ્યો હતો. આખુ કુટુંબ મને મળવા આવ્યુ હતું. પરિવારની આંખોમાં દીકરીઓ માટેનો સ્નેહ વરસતો હતો. તેઓએ એક-એક દીકરી વિશે મને આંગળી મૂકીને સમજાવ્યુ હતું. લાગણીમાં ડુબેલો આ પરિવાર છે. આવા સમારોહમા કુંટુંબના લોકો આવીને સ્વાગત કરે, આ ઘટના નાની નથી. આમા સંસ્કાર, સદભાવ અને સમાજ માટે શ્રદ્ધા છે. તેથી હું આ પ્રસંગ લખાણી પરિવાર ગુજરાતના લોકો માટે પ્રેરણાનું તીર્થ કેવી રીતે બને.

ગુજરાતમાં લગ્નો પાછળ થતા ખર્ચા વિશે પીએમ મોદીએ કહ્યું કે, સમૂહ લગ્નો ગુજરાતે સ્વીકાર્યા છે. પહેલા ચડસાચડસીમાં, તેમજ સમાજમાં આબરુ બતાવવા, દેવુ કરીને પણ લોકો ધામધૂમથી લગ્ન કરાવતા. લગ્નોમાં દેવાના ડુંગર થાય, તેની સ્પર્ધા ચાલતી હતી. ધીરે ધીરે સમાજમાં જાગૃતત આવી, સમૂહલગ્નને રિવાજ ઉભો થયો. પરંતું એવુ પણ થાય છે કે, સમૂહ લગ્ન તો થાય, પણ પછી ઘરે ગયા પછી મનમાં કીડો સળવળે. સમૂહ લગ્ન બાદ નાતનું કંઈક કરવુ પડે તેવા વિચારો મનમાં આવે. નાતને જમાડવા પડે તેવા વિચારો આવે એટલે મુસીબતો શરૂ થાય. ઘરે ગયા બાદ બીજો સમારોહ થાય, તેવુ ન કરો. દેવાના ડુંગરમાં ન ડૂબો, પૈસા ઉછળતા હોય તો સારા કામ માટે મૂકી રાખો. તમારા સંતાનોના ભવિષ્ય માટે કામ આવશે. આટલી પવિત્રતાથી તમારી સંસાર યાત્રા શરૂ થતી હોય તો આવુ ન કરો. 

આ સમૂહ લગ્નના વખાણક રતા તેમણે કહ્યું કે, લખાણી પરિવારે મોટુ કામ કર્યુ છે, તેઓએ એવી દીકરીઓ શોધી જેઓએ પોતાના પિતા ગુમાવ્યા છે. તેવી દીકરીઓને જીવનના અવસર પર ઓછું ન આવે, તે ભાવથી આ કામ કરાયુ છે. પિતૃતુલ્ય ભાવથી લખાણી પરિવાર તમારા જીવન સાથે જોડાયો છે. ગુજરાતની વિશેષતા રહી છે કે, સમાજ માટે કંઈક કરતા રહેવું. આપણને આ અવસર મળ્યો તો સમાજ માટે કંઈ કરી શકાય. સમાજ જીવનમાં તાકાત પડી છે. કુપોષણ અને ટીબીની બીમારી સામે લડવા ગુજરાતમાં લાખો લોકો આગળ આવ્યા, અને બાળકો માટે મદદે આવ્યા.

ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં રવિવારે સાંજે ‘પાપાની પરી’ના નામે ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. ભાવનગરના હીરા ઉદ્યોગપતિ લખાણી પરિવાર દ્વારા આ વિશેષ આયોજન કરાયુ છે. જેમાં જવાહર મેદાન ખાતે માતાપિતા ગુમાવનાર, તેમજ સમસ્ત હિન્દુ સમાજની 522, ઉપરાંત મુસ્લિમ સમાજની 27 અને ખ્રિસ્તી સમાજની 3 સહિત 552 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે. ત્યારે આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના હોદેદારો પણ હાજર રહ્યાં હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More